ગુજરાતનું ઇ-સરકાર: સ્માર્ટ ગવર્નન્સ તરફ આગેકૂચ

0
173
ગુજરાતનું ઇ-સરકાર: સ્માર્ટ ગવર્નન્સ તરફ આગેકૂચ
ગુજરાતનું ઇ-સરકાર: સ્માર્ટ ગવર્નન્સ તરફ આગેકૂચ

ગુજરાતનું ઇ-સરકાર: સ્માર્ટ ગવર્નન્સ તરફ આગેકૂચ

350થી વધુ સત્રોના માધ્યમથી, સીએમઓ અને સચિવાલયના 60 હજારથી વધુ અધિકારીઓને તાલીમ

1 લાખથી વધુ યુઝર્સ અને 6700થી વધુ ઓફિસ ઓનબોર્ડ

29.75 લાખ ઇ-ટપાલનું પ્રોસેસિંગ, 8.39 લાખ ઇ-ફાઈલનું સંચાલન અને 3,30,876 ઇ-સાઈન પૂર્ણ

ગુજરાતનું ઇ-સરકાર સ્માર્ટ ગવર્નન્સ તરફ આગે કૂચ : વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ, ભારત સરકાર એક પારદર્શક અને જવાબદાર વહીવટ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે.  તેઓ દ્રઢપણે માને છે કે, “ગુડ ગવર્નન્સ એ રાષ્ટ્રની પ્રગતિની ચાવી છે. સિટીઝન ફર્સ્ટ એ અમારો મંત્ર, સૂત્ર અને માર્ગદર્શક સિદ્ધાંત છે.” વડાપ્રધાનના સિદ્ધાંતને અનુરૂપ, ગુજરાતના મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે પણ રાજ્યના વહીવટમાં ક્રાંતિ લાવવા માટે ‘ઈ-સરકાર’ વ્યવસ્થા શરૂ કરી છે. વહીવટની તમામ દૈનિક કામગીરીને સ્વચાલિત કરવા માટે આ સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે, જેના લીધે શરૂઆતથી અંત સુધી, પેપરલેસ પ્રણાલી સુનિશ્વિત કરી શકાય. તેના માટે મુખ્યમંત્રી સહિત સચિવાલ અને એચઓડીના 60 હજારથી વધુ યુઝર્સ માટે 50+ ઓનલાઇન અને 300+ ઓફલાઇન સત્રો યોજાયા છે.

ઈ-સરકારના ઉદ્દેશ્યો

ઇ-સરકારનો પ્રાથમિક ઉદ્દેશ્ય કામના પ્રવાહને અનુકૂળ કરીને રાજ્ય સરકારના વિભાગોની કાર્યક્ષમતા વધારવાનો છે. કચેરીમાં આવતી ફાઇલો, ટપાલો તેમજ નાગરિકોની ફરિયાદોના ટ્રેકિંગ અને મોનિટરિંગ માટે એક મિકેનિઝમ તરીકે પણ તે કાર્ય કરે છે. ઇ-સરકારની મદદથી રિસોર્સ મેનેજમેન્ટ સક્ષમ બને છે, જેના લીધે વહીવટમાં વધુ ગુણવત્તા અને પારદર્શિતા જળવાય છે. તે સરકારના પ્રતિભાવોની કાર્યક્ષમતા, એકરૂપતા અને અસરકારકતામાં વધારો કરે છે. સિટીઝન ચાર્ટરમાં દર્શાવેલ પ્રતિબદ્ધતાઓને પૂર્ણ કરવા માટેના ટર્નઅરાઉન્ડ ટાઇમને ઘટાડવામાં પણ તે મદદરૂપ બને છે. અત્યાર સુધી, 6700થી વધુ કચેરીમાં ઇ-સરકાર કાર્યરત છે, જેમાં 1 લાખથી વધુ સક્રિય યુઝર્સ છે.

ઇ-સરકારની મુખ્ય વિશેષતાઓ અને લાભો

ઇ-સરકારની કેટલીક મુખ્ય વિશેષતાઓમાં વૉઇસ-ટુ-ટેક્સ્ટ કાર્યક્ષમતા, વિન્ડોઝ, એન્ડ્રોઇડ, iOS સહિતના સમગ્ર પ્લેટફોર્મ પર QR-કોડ દ્વારા  ટ્રેકિંગ અને વેરિફિકેશન, વપરાશકર્તાઓને મદદ કરવા માટે ચેટ બૉટ સહાય, સરળ ફાઇલો અને ટપાલોની ટ્રેકિંગનો સમાવેશ થાય છે.

ઇ-સરકારની મદદથી તમામ ફાઈલના સ્ટેટસનું રિઅલ-ટાઇમ ટ્રેકિંગ થઇ શકે છે અને સૌ કોઈ તે માહિતી મેળવી શકે છે. તેનાથી દેખરેખ સરળ બને છે અને તેના પર લેવાતા નિર્ણયનું સરળતાથી મોનિટરિંગ થવાથી, જવાબદારી સુનિશ્વિત કરી શકાય છે. આ તમામ બાબતો, સરકારની કાર્યક્ષમતામાં વધારો કરે છે.

ઇ-સરકારના મોડ્યુલ

ઈ-ગવર્નન્સ પહેલ તરીકે, ઈ-સરકાર ગવર્મેન્ટ પ્રોસેસ રિ-એન્જિનિયરિંગ (GPR)માં નિર્ણાયક ભૂમિકા ભજવે છે, જેનાથી લોકોને મળતી સેવાઓ વધુ સારી બને છે. ઇ-સરકારના ત્રણ ખાસ મોડ્યુલ છે જેમાં ઇ-ટપાલ, ઇ-ફાઇલ, ઓફિસ નોટ, એમપી-એમએલએ સંદર્ભો, જીઓઆઇ (GoI) સંદર્ભો, ઇ-મિટીંગ અને કમિટી મેનેજમેન્ટનો સમાવેશ થાય છે.

નાગરિક કેન્દ્રિત મોડ્યુલમાં આરટીઆઈ મેનેજમેન્ટ સામેલ

વિભાગીય મોડ્યુલમાં LAQ મેનેજમેન્ટ, એવોર્ડ મેનેજમેન્ટ, લીગલ કેસ મેનેજમેન્ટ, ઓડીટ પારસ, રેકોર્ડ મેનેજમેન્ટ, નોલેજ રેપોઝીટરી, એસેટ મેનેજમેન્ટ અને સર્ક્યુલર મેનેજમેન્ટનો સમાવેશ થાય છે. નોંધપાત્ર છે કે અત્યાર સુધી 29.75 લાખ ઇ-ટપાલ પ્રોસેસ થઇ છે અને 8.39 લાખ ઇ-ફાઇલનું સંચાલન કરવામાં આવ્યું છે. તે સિવાય 3,30,876 ઇ-સાઇન પૂર્ણ કરવામાં આવી છે.

વાંચો અહીં સંજય રાઉતે કેન્દ્ર સરકાર  પર કર્યા આકરા પ્રહાર,G20 અંગે કહી આ વાત