માવઠાના કારણે ખેડૂતોને મોટો ફટકો, અનેક પાક ધોવાયા

0
61

ગીર પંથકમાં કેરીને મોટા પાયે નુકસાન

કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે. ધોકડવા ગામે પાણી ભરાતા તલ અને બાજરીનો પાક જોખમમાં મૂકાયો છે, જયારે ઉના-વિસાવદર સહીતના ગીર પંથકમાં કેરીને મોટા માયે નુકસાન થયું છે. માર્કેટિંગ યાર્ડમાં રહેલ જીરું અને કપાસ સહીત અનેક પાકની જણસી પલળી ગઈ છે. આ વખતે પડેલા માવઠાના કારણે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. તેમની આ સમસ્યાનું કાયમી અંત લાવવા માટે સરકાર  પાકની પેટર્ન બદલવા પણ વિચારણા કરી શકે છે.