Drunk Driving Terror in Vadodara: અકોટામાં નશામાં ધૂત સ્કોર્પિયો ચાલકનો આતંક; ડિવાઈડર કુદાવી કાર મકાનની દીવાલમાં ઘુસાડી દીધી

0
94
Drunk Driving Terror in Vadodara
Drunk Driving Terror in Vadodara

Drunk Driving Terror in Vadodara: સંસ્કારી નગરી વડોદરાના અકોટા વિસ્તારમાં આજે વહેલી પરોઢિયે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. નશામાં ધૂત એક સ્કોર્પિયો ચાલકે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર ડિવાઈડર કુદાવીને સીધી એક મકાનની કમ્પાઉન્ડ વોલમાં ઘૂસી ગઈ હતી. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વહેલી સવારે વોકિંગ પર નીકળેલા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા.

Drunk Driving Terror in Vadodara

Drunk Driving Terror in Vadodara: પ્રચંડ ધડાકા સાથે સોસાયટીમાં મચી દોડધામ

અકોટાની અક્ષરધામ સોસાયટીમાં આજે પરોઢિયે જ્યારે લોકો નિદ્રાધીન હતા અથવા વહેલી સવારે વોક માટે નીકળ્યા હતા, ત્યારે એકાએક પ્રચંડ ધડાકો સંભળાયો હતો. અવાજ સાંભળીને બહાર દોડી આવેલા લોકોએ જોયું તો એક સફેદ રંગની સ્કોર્પિયો કાર મકાનની કમ્પાઉન્ડ વોલ તોડીને અંદર ઘૂસી ગઈ હતી. કારની ઝડપ એટલી વધારે હતી કે તે ડિવાઈડર પર ચઢીને સીધી દીવાલ સાથે અથડાઈ હતી.

Drunk Driving Terror in Vadodara: નશામાં ધૂત ચાલકની ધરપકડ

અકસ્માત બાદ સ્થાનિક લોકોએ તુરંત કાર ચાલકને ઘેરી લીધો હતો. લોકોએ જોયું કે કાર ચાલક નશાની હાલતમાં હતો અને ભાનમાં નહોતો. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે:

  • આરોપીનું નામ: સચિન રાજેન્દ્ર કશ્યપ
  • રહેવાસી: મહાકાળી માતાના મંદિર પાસે, વાસણા ભાયલી રોડ, વડોદરા. પોલીસે તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Drunk Driving Terror in Vadodara: મોટી હોનારત ટળી

આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારની અડફેટમાં ત્રણ મોટરસાયકલ આવતા-આવતા રહી ગઈ હતી. વળી, વહેલી સવારે વોકિંગ માટે નીકળેલા અનેક લોકો આ રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા, જેઓ આ જીવલેણ હુમલા સમાન અકસ્માતમાંથી આબાદ બચી ગયા હતા.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

શ્વાસ થંભાવી દે તેવી મેચમાં ગુજરાત ટાઇટન્સનો દિલ્હી સામે 1 રનથી વિજય, છેલ્લી ઓવરનો હાઈ-વોલ્ટેજ ડ્રામા