લીંબુનો ઉપયોગ કરીને તેને ફેંકી ન દેશો, છાલના અનેક ફાયદા છે…જાણો કઈ રીતે…

0
155

સામાન્ય રીતે આપણે લીંબુનો રસ નીચવીને તેને ફેંકી દેતા હોઈએ છીએ, પરંતુ શું આપ જાણો છો કે, તેનો લાભ અન્ય ઘણી રીતે લઇ શકાય છે. લીંબુની છાલનો ઘણી સારી જગ્યા પર ઉપયોગ થઇ શકે છે. લીંબુની છાલમાંથી અથાણું બનાવી શકાય છે. આ ઉપરાંત, કિચનમાં કટિંગ બોર્ડ રાખતા હોવ તો તેને સાફ કરવા માટે ઉપયોગમાં લઈ શકાય છે. લીંબુને થોડુ રગડીને ધોઈ જુઓ, તેનાથી ડાઘા પણ નિકળી જશે અને ચિકાસ પણ દૂર થઇ જશે. કિચનમાં ટાઈલ્સ, સિંક અથવા અન્ય કોઈ વસ્તુને ક્લીનિંગ કરવા માટે લીબુની છાલનો ઉપયોગ કરી શકાય છે. ગ્રીન ટીમાં પણ લીંબુની છાલનો ઉપયોગ કરી શકાય છે. ગ્રીન ટીમાં લીંબુની છાલના ટુકડા નાખી શકાય છે. તેના ઘણા સ્વાસ્થ્યને લગતા લાભ છે.  લીંબુની છાલને હાથમાં રગડવાથી હાથનો મેલ દૂર થઇ જાય છે.