એડલ્ટ સ્ટાર કેસમાં ડોનાલ્ડ ટ્રમ્પને ચૂકવવું પડશે વળતર,ડોનાલ્ડ ટ્રમ્પ પર 34 આરોપો

0
211

પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સ સાથે સંબંધિત કેસમાં મંગળવારે મોડી રાત્રે મેનહટન કોર્ટે, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર 1 લાખ 22 હજાર ડોલરનો દંડ ફટકાર્યો છે. જો કે હાલ પુરતા ડોનાલ્ડ ટ્રમ્પને છોડી મુકવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે સુનાવણી માટે પહોંચેલા ટ્રમ્પે આત્મસમર્પણ કર્યું હતું, ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એડલ્ટ ફિલ્મોની અભિનેત્રીને મોં બંધ રાખવા માટે પૈસા આપવાના આરોપો સાથે જોડાયેલા કેસની સુનાવણી માટે મેનહટન કોર્ટ પહોંચ્યા હતા. આ દરમિયાન મેનહટન કોર્ટ બહાર કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો હતો તેcની ધરપકડ પહેલા મેનહટન ડિસ્ટ્રિક્ટ એટર્નીની ઓફિસમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. ટ્રમ્પ પર 34 આરોપ લગાવવામાં આવ્યા છે. કોર્ટે તેના પર $1.22 લાખનો દંડ પણ ફટકાર્યો છે. આ પૈસા એડલ્ટ સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સને આપવામાં આવશે. 57 મિનિટની સુનાવણી બાદ ટ્રમ્પ ન્યૂયોર્કથી તેમના ફ્લોરિડાના ઘર ‘માર-એ-લાગો’ પહોંચ્યા. અહીં તેમણે જનતા અને મીડિયા સમક્ષ ભાષણ આપ્યું હતું. અહીં ટ્રમ્પે કહ્યું, “મેં ક્યારેય વિચાર્યું નહોતું કે અમેરિકાના ઈતિહાસમાં આવું કંઈક થશે.