Donald Trump :ટ્રમ્પ ટેરિફ પાછા નહીં ખેંચે તો ભારતમાં 2 કરોડ નોકરીઓ જોખમમાં નિષ્ણાત સૌરભ મુખરજીની ચેતવણી.#DonaldTrump,#JobCrisis,#IndianEconomy

0
1
ટ્રમ્પ ટેરિફ
ટ્રમ્પ ટેરિફ

Donald Trump :#DonaldTrump,#JobCrisis,#IndianEconomy,અમેરિકાના નવા વેપાર વલણનો સૌથી મોટો પ્રહાર ભારતના મધ્યમ વર્ગ પર થઈ શકે છે. માર્સેલસ ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટના સ્થાપક અને જાણીતા અર્થશાસ્ત્રી સૌરભ મુખરજીએ ચેતવણી આપી છે કે જો પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પરના ટેરિફ પાછા નહીં ખેંચે તો ક્રિસમસ સુધીમાં દેશમાં 2 કરોડ નોકરીઓ ખતરામાં પડી શકે છે.

Donald Trump :

મુખરજીએ કહ્યું કે ટેરિફના કારણે અમેરિકા-ભારત વચ્ચે વેપાર તનાવ વધશે અને તેનો ભારે પ્રભાવ વ્હાઇટ કોલર નોકરીઓ ઉપર જોવા મળશે. ખાસ કરીને વર્ષમાં 2 થી 5 લાખ રૂપિયા કમાતો મધ્યમ વર્ગ સૌથી વધુ અસરગ્રસ્ત થશે.

Donald Trump : AI અને વૈશ્વિક વેપાર પરિસ્થિતિ પણ જોખમ વધારશે

તેમણે સ્પષ્ટ કર્યું કે આ જોખમનું મુખ્ય કારણ આર્થિક મંદી નહીં પરંતુ––

  • કંપનીઓ દ્વારા ઝડપી ગતિએ અપનાવાતી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI),
  • વૈશ્વિક વેપાર પરિસ્થિતિમાં વધતી અનિશ્ચિતતા,
  • અને કંપનીઓની કાર્યપદ્ધતિમાં મોટા ફેરફારો છે.

આઇટી, બેન્કિંગ, મીડિયા જેવી વ્હાઇટ કોલર નોકરીઓનું સ્થાન ઝડપથી ગિગ જોબ્સ લઈ રહી છે. જાહેરાતો પણ મોટા પ્રમાણમાં એઆઇ આધારિત થઈ ગઈ છે.

Donald Trump :  “ભારત મોટી ગિગ ઇકોનોમી બની જશે” — મુખરજી

મુખરજીના અનુમાન મુજબ આગામી બે વર્ષમાં આ પરિવર્તનની સંપૂર્ણ અસર દેશ પર પડશે. આ દરમિયાન પરંપરાગત નોકરીઓનું પ્રમાણ ઘટશે અને ભારત “મોટી ગિગ ઇકોનોમી” તરીકે ઉભરશે.

આ ગિગ જોબ્સ માત્ર રાઇડ-શેરિંગ અને ફૂડ ડિલિવરી પૂરતી મર્યાદિત નહીં હોય, પરંતુ વિવિધ ક્ષેત્રોની રોજગારીમાં તેનો પ્રભાવ જોવા મળશે.

Donald Trump :

Donald Trump : દેવાનું વધી રહેલું પ્રમાણ પણ ચિંતા જનક

મુકરજીએ જણાવ્યું કે સ્થાનિક દેવું પણ સતત વધી રહ્યું છે.

  • હોમ લોન છોડીને
  • ભારતીયો પરનું દેવું હવે તેમની આવકના 33-34% સુધી પહોંચી ગયું છે.

આ પરિસ્થિતિ મધ્યમ વર્ગની આર્થિક સ્થિરતાને વધુ નબળી બનાવે છે.

ભારત-અમેરિકા વેપાર કરારની જરૂર

મુખરજીનો ભાર હતો કે:

ભારત સરકારે અને પ્રેસિડેન્ટ ટ્રમ્પે ટૂંક સમયમાં મુક્ત વેપાર કરાર પર સમજૂતી કરવી અત્યંત આવશ્યક છે.”

સમજૂતી નહીં થાય તો લાખો ભારતીયો માટે આવનારા મહિનાઓ મોટો આર્થિક આંચકો લાવી શકે છે.

વધુ સમાચાર જોવા માટે અહી ક્લિક કરો

Bhavnagar Shock:ભાવનગરમાં મહિલા કોન્સ્ટેબલની હરકતથી પોલીસ બેડામાં ચકચાર વોન્ટેડ આરોપીને ઘરમાં આશરો,