Doctor Murder Case: કોલકાતા ડોક્ટર મર્ડર કેસ કોલકાતા પોલીસે મહિલા ડોક્ટર મર્ડર કેસમાં ખોટી માહિતી આપવાના આરોપમાં બે ડોક્ટર કુણાલ સરકાર અને સુવર્ણા ગોસ્વામીને સમન્સ પાઠવ્યા છે. આ સાથે પીડિતાની ઓળખ છતી કરવાના મામલામાં ભાજપના પૂર્વ સાંસદ લોકેટ ચેટરજીને સમન્સ પાઠવવામાં આવ્યા છે.
Doctor Murder Case: આજે હાજર થવા જણાવ્યું હતું
અધિકારીએ જણાવ્યું કે ડૉ. કુણાલ સરકાર અને ડૉ. સુવર્ણા ગોસ્વામીને રવિવારે બપોરે 3 વાગ્યે લાલબજારમાં કોલકાતા પોલીસ હેડક્વાર્ટરના અધિકારીઓ સમક્ષ હાજર થવા માટે સમન્સ જારી કરવામાં આવ્યું છે.
અધિકારીએ કહ્યું કે, આ લોકો પર પીડિતાની ઓળખ છતી કરવાનો, અફવા ફેલાવવાનો અને ફેક ન્યૂઝ ફેલાવવાનો આરોપ છે.
હું શહેરની બહાર છું: ડોક્ટર
ડૉક્ટરે કહ્યું, જ્યારે આ અંગે પ્રસિદ્ધ કાર્ડિયોલોજિસ્ટ ડૉ. સરકારનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે તેમને પોલીસ તરફથી એક સમન્સ મળ્યો છે, જેમાં તેમને લાલબજાર ખાતે સત્તાવાળાઓ સમક્ષ હાજર થવાનું કહેવામાં આવ્યું છે.
પૂર્વ બર્ધમાન જિલ્લાના ડેપ્યુટી ચીફ મેડિકલ ઓફિસર ડૉ. ગોસ્વામીએ કહ્યું કે તેમને હજુ સુધી સમન્સ મળ્યો નથી. તેણે કહ્યું, “મને હજુ સુધી કંઈ મળ્યું નથી. મને ખબર નથી કે કોલકાતા પોલીસ જ્યારે કેસની તપાસ કરી રહી નથી ત્યારે મને શા માટે સમન્સ જારી કરશે. હું કહી રહ્યો છું કે હું દરેક સંભવિત રીતે તપાસ સહકાર આપીશ.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો