ડીસાના જીઆઇડીસી વિસ્તારમાં આવેલા ફટાકડા ગોડાઉનમાં થયેલા ભયંકર વિસ્ફોટના કેસમાં પોલીસે આરોપી Dipak Sindhi અને તેના પિતા ખૂબચંદ સિંધીને રીકન્સ્ટ્રક્શન માટે ઘટનાસ્થળે લાવ્યા હતા. દિપક અને ખૂબચંદ હાલ પોલીસની કસ્ટડીમાં છે. ફેક્ટરીમાં પ્રવેશ કરતાં પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. પોલીસે દિપક સિંધીને ફરીથી ઘટનાસ્થળે લાવીને સમગ્ર ઘટનાની પુનરૂત્પત્તિ કરી હતી. ફટાકડા ગોડાઉનમાં કેવી રીતે વિસ્ફોટ થયો, એની તપાશી માટે રીકન્સ્ટ્રક્શન કરાયું હતુ. આ મામલે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. ટૂંક સમયમાં વધુ લોકોના નામ સામે આવી શકે તેવી શક્યતા છે.
ડીસામાં વિસ્ફોટ કાંડ મામલો
આરોપીઓનું રીકન્ટ્રક્શન કરાયું
Dipak Sindhi અને ખૂબચંદ સિંધીને ફેક્ટરીમાં લાવવામાં આવ્યા
