DILIP JOSHI : ‘જેઠાલાલ’ના રિઅલ લાઈફ ‘ટપુ’ના થયા લગ્ન, જાણો કોણ છે Dilip Joshiની વહુ ઉન્નતિ ગાલા

2
284

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (Taarak Mehta ka Ooltah Chashma) ફેમ અભિનેતા Dilip Joshi સસરા બન્યા છે. અભિનેતાના પુત્ર રિત્વિક જોશીએ ઉન્નતિ ગાલા સાથે સાત ફેરા ફર્યા. ત્યારે ચાલો જાણીએ કોણ છે ઉન્નતિ ગાલા?

કોણ છે ઉન્નતિ ગાલાઃ તાજેતરમાં જ લોકપ્રિય અભિનેતા દિલીપ જોશીના ઘરે માંડવો બંધાયો છે. સોમવારે, અભિનેતાના પુત્ર ઋત્વિકે ઉન્નતિ ગાલા સાથે લગ્ન કર્યા. લગ્નના ઘણા વીડિયો અને ફોટોઝ પણ સામે આવ્યા છે જેને ચાહકોએ ખૂબ પસંદ કરી રહ્યા છે.

Dilip Joshiના પુત્ર ઋત્વિકના લગ્ન થયા

લગ્નમાં તમામ વિધિઓ કરવામાં આવી હતી, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની સમગ્ર સ્ટાર કાસ્ટ પણ દિલીપ જોશીના પુત્રના લગ્નમાં હાજરી આપી હતી. દિશા વાકાણી પણ તેમાં સામેલ થઈ હતી. તે જ સમયે, સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો જેમાં, અભિનેતાની પુત્રવધૂ મહેંદી લગાવતી જોવા મળી રહી છે.

કોણ છે Dilip Joshiની વહુ ઉન્નતિ ગાલા?

વિડીયો જોયા બાદ બધા લોકો દિલીપ જોશીની વહુના વખાણ કરી રહ્યા છે. તેમની વહુની સુંદરતાના ચાહકો દિવાના થઈ રહ્યા છે. ત્યારે ચાલો જણાવીએ દિલીપ જોષીની પુત્રવધૂ અને પુત્ર શું કરે છે? ઋત્વિકની પત્ની એટલે કે ઉન્નતિ ગાલા વિશે વાત કરીએ તો, તે વ્યવસાયે એક્ટર છે અને ગુજરાતી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. ઉન્નતિ એક ગુજરાતી થિયેટર કલાકાર છે. તેને ગુજરાતી નાટકમાં શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ પણ મળ્યો છે.

Dilip Joshiનો પુત્ર ઋત્વિક જોશી શું કરે છે?

દિલીપ જોશીનો પુત્ર ઋત્વિક જોશી પણ એક અભિનેતા છે. તે ધમાકા ફિલ્મમાં જોવા મળ્યો છે. તે સ્ક્રીન રાઈટર પણ છે. તેણે ઘણા પ્રોજેક્ટ પર પણ કામ કર્યું છે.

Dilip Joshiના પુત્રના લગ્ન ખૂબ જ ધામધૂમથી થયા

દિલીપ જોશીના પુત્ર ઋત્વિકના લગ્ન 17મી ડિસેમ્બરના રોજ સંપૂર્ણ રીત રિવાજ સાથે સંપન્ન થયા હતા. આ ભવ્ય લગ્નમાં ‘તારક મહેતા’ના ઘણા કલાકારોએ પણ હાજરી આપી હતી. સાથે જ, ‘દયાબેન’ એટલે કે દિશા વાકાણી,(Disha Vakani) જે ઘણા વર્ષોથી શોમાંથી ગાયબ હતી, તે પણ રિત્વિકના લગ્નમાં જોવા મળી હતી. પુત્રના લગ્નમાં, દિલીપ જોશી ઓફ-વ્હાઈટ શેરવાની સાથે ગુલાબી પાઘડી પહેરેલા જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર સામે આવેલી આ તસવીરો અને વીડિયો પર ફેન્સ ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે.

સંગીત અને મહેંદીના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા

લગ્નની તસવીરો બાદ હવે ઋત્વિકની સંગીત અને મહેંદી સેરેમનીની તસવીરો પણ સામે આવી છે. જે દિલીપ જોશીની ટીમે તેના ઈન્સ્ટાગ્રામ પેજ પર શેર કરી છે. જેમાં દિલીપ જોશી એક ગીત ગાતા જોવા મળ્યા હતા. એક તસવીરમાં અભિનેતા તેની પત્નીના હાથ પર મહેંદી લગાવતો જોવા મળે છે.

મ્યુઝિક નાઈટમાં ફાલ્ગુની પાઠકે પણ ભાગ લીધો હતો

લગ્નના એક દિવસ પહેલા મ્યૂઝિકલ નાઈટમાં ફાલ્ગુની પાઠકે તમામને પોતાના તાલે ડોલાવ્યા હતા. આ ઈવેન્ટમાં પણ ઘણા ટીવી સ્ટાર્સે હાજરી આપી હતી. ઈવેન્ટના પણ ફોટો વીડિયોઝ સામે આવ્યા છે જેમાંથી એક વીડિયોમાં દિલીપ જોશી પણ ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.

2 COMMENTS

Comments are closed.