વડાપ્રધાને CBIનું ટ્વિટર હેન્ડલ લોન્ચ કર્યું
ભારતમાં પ્રાથમિક તપાસ એજન્સી સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન એટલે કે, CBIની સ્થાપના 1 એપ્રિલ 1963ના રોજ ભારત સરકારના ગૃહ મંત્રાલયના ઠરાવ દ્વારા કરવામાં આવી હતી, જેથી CBIનો ડાયમંડ જ્યુબિલી સેલિબ્રેશન સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે શિલોંગ, પુણે અને નાગપુરના સીબીઆઈના નવનિર્મિત કાર્યાલય સંકુલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સીબીઆઈના ડાયમંડ જ્યુબિલી સેલિબ્રેશન વર્ષને ચિહ્નિત કરતી પોસ્ટેજ સ્ટેમ્પ અને સ્મારક સિક્કો પણ બહાર પાડવામાં આવ્યો હતો. આ ઉપરાંત, સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનનું ટ્વિટર હેન્ડલ લોન્ચ કરવામાં આવ્યું હતું.