દ્વારકા -ભક્તોએ લગાવી ગોમતીમાં આસ્થાની ડૂબકી -મહત્વના સમાચાર

0
334
દ્વારકા -ભક્તોએ લગાવી ગોમતીમાં આસ્થાની ડૂબકી -મહત્વના સમાચાર
દ્વારકા -ભક્તોએ લગાવી ગોમતીમાં આસ્થાની ડૂબકી -મહત્વના સમાચાર

દ્વારકા જગત મંદિર ‘હાથી ઘોડા પાલકી, જન કનૈયા લાલકી’ના નાદથી ગૂંજ્યું અને ભક્તો મોટી સંખ્પયામાં પહોંચ્યા છે. દ્વારકાધીશના દર્શને અને કૃષ્ણ જન્મોત્સવ પર્વની ઉજવણી કરવા દ્વારકા ખાતે મોટી સંખ્યામાં ભક્તો દેશભરથી આવી પહોંચ્યા છે અને ગોમતીમાં આસ્થાની ડૂબકી લગાવી હતી. દ્વારકા અને  બેટ દ્વારકાના દર્શને છેલ્લા બે દિવસથી ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે .  દ્વારકા સ્થાનિક પ્રશાશન, મંદિર પ્રશાશન અને પોલીસની ટીમો ભક્તો માટે સતત સેવામાં ખડેપગે હાજર છે.

દ્વારકા મંદિર

બેટ દ્વારકા ખાતે દર્શનાર્થે આવતા વયોવૃદ્ધ, દિવ્યાંગજન, નાના બાળકો સાથેની મહિલાઓની સેવા માટે સતત ખડે પગે દેવભૂમિ દ્વારકા પોલીસ શી ટીમ કામ કરી રહી છે. જન્માષ્ટમી પર્વ પર  જગત મંદિર દ્વારકામાં સહિત બેટ દ્વારકામાં દેશભરના ભક્તો પહોંચ્યા છે અને ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે ત્યારે તંત્ર અને પોલીસ ખડેપગે ભક્તોની મદદ માટે કામગીરી કરી રહી છે ત્યારે દેવભૂમિ દ્વારકા જીલ્લાની  શી ટીમની કામગીરીના વખાણ થઇ રહ્યા છે.  દર્શનાર્થીઓમા કેટલાક વૃધ્ધો , દિવ્યાંગ પણ છે તેઓને મદદ કરવામાં શી ટીમ પોલીસની કામગીરીના વખાણ થઇ રહ્યા છે . જન્માષ્ટમી પર્વે દર્શનાર્થે ભારતભરથી આવતા ભાવિકોને ગરમીથી રક્ષણ આપવા જિલ્લા પોલીસ દ્વારા છાશ તથા પાણી વિત્તરણ દ્વારા ભાવિકોની સેવાનુ અવિરત કાર્ય દેવભૂમિ .દ્વારકા પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું  છે . આ ઉપરાંત જન્માષ્ટમી પર્વે જોડીયાથી દ્વારકા ખાતે દર્શનાર્થે આવેલ એક ૮૫ વર્ષના વયોવૃદ્ધ યાત્રિક જેઓ વિકલાંગ હોય & દર્શન કરવા જવા માટે અશક્ત હોય જેને શી ટીમ દ્વારા દર્શન કરવામા મદદ કરવામા આવી રહી છે

દ્વારકા પોલીસ 1

દ્વારકામાં જન્મોત્સવને લઈ જગતગુરૂ શંકરાચાર્યજીના હસ્તે ઠાકોરજીને ખુલ્લા પડદે સ્નાન કરાવવામાં આવ્યું. આજે દેશભરમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી ધામધૂમ પૂર્વક થઇ રહી છે. ત્યારે દ્વારકાધીશની પૂજા કરવા જગતગુરૂ શંકરાચાર્યજી પહોંચ્યા હતા અને ભક્તિભાવ પૂર્વક ભક્તોની હાજરીમાં સ્નાન વિધિ અને પૂજન કર્યું હતું.

દેવભૂમિ દ્વારકા અને જામનગરજીલ્લામાં જન્માષ્ટમીની સાર્વજનિક ભવ્ય શોભાયાત્રા નીકળી જામનગરમાં જન્માષ્ટમીની સાર્વજનિક ભવ્ય શોભાયાત્રા નીકળી. શ્રીકૃષ્ણજીને વિશિષ્ટ રથમાં બેસાડી ભાવિકોએ રાજમાર્ગો પર પરિભ્રમણ કર્યું. મોટી સંખ્યામાં ભાવિકો શોભાયાત્રામાં જોડાયા. શ્રી કૃષ્ણ પ્રણામી ધર્માંચાર્ય કૃષ્ણમણિ મહારાજ સહિતના સંતો-મહંતો રહ્યા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

દ્વારકા પોલીસ

દ્વારકામાં  કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે

જગત મંદિર ખાતે વહેલી સવારથી ભાવિક ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું

દ્વારકાધીશ ભગવાનને ભવ્ય આભૂષણો અને વસ્ત્રોથી શણગાર કરવામાં આવ્યો છે

બેટ દ્વારકામાં વયોવૃદ્ધ, દિવ્યાંગજનની સેવા માટે શી ટીમ ખડેપગે

દ્વારકામાં સહિત બેટ દ્વારકામાં દેશભરના ભક્તો પહોંચ્યા

નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી

જામનગરમાં જન્માષ્ટમીની સાર્વજનિક ભવ્ય શોભાયાત્રા

જગતગુરૂ શંકરાચાર્યજીના હસ્તે ઠાકોરજીને ખુલ્લા પડદે સ્નાન

દ્વારકામાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી