બાળકોએ બનાવ્યા માટીના ગણેશજી -પર્યાવરણની જાળવણીનો સંદેશ

1
97
બાળકોએ બનાવ્યા માટીના ગણેશજી -પર્યાવરણની જાળવણીનો સંદેશ
બાળકોએ બનાવ્યા માટીના ગણેશજી -પર્યાવરણની જાળવણીનો સંદેશ

પર્યાવરણની જાળવણી માટે સરકાર અને સામાજિક સંસ્થાઓ દ્વારા પ્રયત્ન થઇ રહ્યા છે ત્યારે ગણેશ ચતુર્થીએ ઇકો ફ્રેન્ડલી ગણેશજી અને સ્થાપના નું મહત્વ વધતું જાય છે. ઘરમાં અને શેરી મહોલ્લામાં હજારોની સંખ્યામાં ગણેશજી બિરાજમાન થશે . એવા સમયે POP કે બીજી કોઈ  સામગ્રીથી  ગણેશજી નહિ બનાવતાં માત્ર માટીમાંજ ગણેશજી બનાવવા અને ઘરમાં જ વિસર્જિત કરવાના આશય સાથે આજે તુષાર પ્રજાપતિ, ડિમ્પલ પ્રજાપતિ અને અવની પટેલ દ્વારા કોઈ પણ જાતના આર્થિક વળતરની અપેક્ષા રાખ્યા વિના   અમદાવાદના ત્રાગડ વિસ્તારમાં વિશાખા ઈલીઝીયમમ ફ્લેટમાં ઇકો ફ્રેન્ડલી ગણેશજી બનાવવાના વર્કશોપનું આયોજન કરવાં આવ્યું.  42 જેટલા નાના બાળકો અને બહેનોએ માટીમાંથી ઇકો ફ્રેન્ડલી ગણેશજી બનાવ્યા.  આ ગણેશજીની સ્થાપના એમના ઘરમાં  કરવામાં આવશે અને સમુહમાં સોસાયટીમાં જ વિસર્જિત કરવાંમાં આવશે.

ધી ન્યુ પ્રોગ્રેસિવ કોલેજ ઓફ ફાઈન આર્ટસ મહેસાણા  ખાતે “મારી માટી મારા ગણેશ ” કાર્ય શિબિર યોજાઈ

મહેસાણા

અનાદિકાળથી ભારતીય પર્વ અને સંસ્કૃતિ હંમેશા એકબીજાના પૂરક રહ્યા છે. આગામી ગણેશચતુર્થી તહેવારને ધ્યાનમાં રાખીને ‘સંસ્કાર ભારતી મહેસાણા’ દ્વારા તારીખ 16/9/2023 ‘ શનિવાર ના રોજ  ધી ન્યુ પ્રોગ્રેસિવ કોલેજ ઓફ ફાઈન આર્ટસ મહેસાણા  ખાતે “મારી માટી મારા ગણેશ ” નામે કાર્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું. કુદરતી માટીમાંથી ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિ સર્જનના પર્યાવરણ અને સંસ્કૃતિના સુભગ સમન્વયમાં  મહેન્દ્રભાઈ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ આશરે  45 વિદ્યાર્થીઓએ  ભાગ લીધો હતો અને કુદરતી માટીમાંથી ગણેશજીની મૂર્તિનું સ્વયં સર્જન કર્યું હતું. સમગ્ર કાર્યશિબિરનું સંચાલન સંસ્કાર ભારતી મહેસાણા મહેન્દ્રભાઈ પ્રજાપતિ, રીકેશભાઈ ગુર્જર તથા તેમની ટીમે કર્યું હતું. આ કાર્યક્રમમાં ભારતી ના મિત્રોનો સુંદર સહયોગ સાંપડ્યો હતો.

આ વખતે ગણેશ મહોત્સવમાં પણ શ્રીજીની પ્રતિમાને મોંઘવારીનું ગ્રહણ લાગ્યું

ગુલબાઈ ટેકરા

દિવસેને દિવસે મોંઘવારી સામાન્ય પરિવારોને પરેશાન કરી રહી છે ત્યારે અમદાવાદના ગુલબાઈટેકરા વિસ્તારના ગણેશ પ્રતિમા બનાવતા કારીગરો પણ બાકાત નથી.મૂર્તિ બનાવવા તમામ સામગ્રીના ભાવમાં વધારો થયો છે. કારીગરોના જણાવ્યા અનુસાર ઇકો ફ્રેન્ડલી મૂર્તિ માટે રો મટીરીયલ કાળી માટી તો સરકાર તરફથી  રાહત દરે મળે છે પરંતુ કલર , મોલ્ડિંગ , સુશોભન સામગ્રી મોતી સહિતની જવેલરી ખુબ  મોંઘી છે . કલરની ૧૦૦ ml ની ડબી જે  ગત વર્ષે ૧૦૦ રૂપિયાની આસપાસ હતી તે આ વર્ષે ૨૦૦ થી ૨૫૦ રૂપિયાની વચ્ચે  મળે છે. આ ઉપરાંત કારીગરોના રોજ માં વધારો થયો છે . અહીંના કારીગરોનું કહેવું છે કે હાલ પર્યાવરણ જાગૃતિ માટે ગણેશજીની પ્રતિમા ઇકો ફ્રેન્ડલી નો આગ્રહ ભક્તો ચોક્કસ રાખે છે પરંતુ ભાવ વર્ષના ભાવ પ્રમાણે જ માંગી રહ્યા

1 COMMENT

Comments are closed.