DHANDHUKA KSHATRIY SANMELAN : રૂપાલાની ટિકિટ કાપવાની માગ સાથે ક્ષત્રિય સમાજમાં ભારોભાર આક્રોશ જોવા મળી રહ્યો છે. 3 વખત રૂપાલાની માફી અને પાટીલે હાથ જોડ્યા બાદ પણ ક્ષત્રિય સમાજ રૂપાલાને હટાવવાની માગ પર અડગ છે. તેવામાં રવિવારે ગાંધીનગરમાં વધુ એક બેઠક યોજાઇ છે. બીજી બાજુ રૂપાલા મુદ્દે ક્ષત્રિય સમાજ આકરાપાણીએ આવ્યો છે. જેના પગલે આજે ધંધુકામાં ક્ષત્રિય સમાજનું ‘અસ્મિતા મહાસંમેલન’ યોજાયું છે. મહાસંમેલનમાં ક્ષત્રિય સમાજના તમામ સંગઠનો પણ જોડાયા છે. મોટી સંખ્યામાં રાજપૂતો ઉપસ્થિત રહ્યા છે. ધંધૂકામાં ક્ષત્રિયોના મહાસંમેલનમાં શેરસિંહ રાણા, મહિપાલ મકરાણા સહિત અનેક ક્ષત્રિયો ધંધુકા પહોંચ્યા છે. વિરોધ કરવા માટે આગળની રણનીતિ ઘડાશે.

DHANDHUKA KSHATRIY SANMELAN : રાજકોટમાં યોજાશે મહાસંમેલન
DHANDHUKA KSHATRIY SANMELAN : ધંધુકામા ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં એક મોટું એલાન કરવામાં આવ્યું છે, આગામી 2-4 દિવસમાં રાજકોટમાં 4-5 લાખ ક્ષત્રિયોને ભેગા કરવામાં આવશે. રાજકોટમાં મોટું મહાસંમેલન યોજવામાં આવશે, બીજીબાજુ પરશોત્તમ રૂપાલાના વિરોધમાં કરણી સેનાના રાજ શેખાવતે 9 એપ્રિલે કમલમનો ઘેરાવ કરવાની ચીમકી આપી છે. રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ સાથે ક્ષત્રિયો કેસરિયા ઝંડા સાથે કમલમનો ઘેરાવ કરશે તેવો શેખાવતે દાવો કર્યો છે.

DHANDHUKA KSHATRIY SANMELAN : નોંધનીય છે કે, ગોતા રાજપૂત ભવન ખાતેથી રાષ્ટ્રવાદી જનલોક પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શેરસિંહ રાણાએ યોજેલી પ્રેસ-કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે આજે હું અમદાવાદ રાજપૂત ભવન ખાતે ક્ષત્રિય આગેવાનોને મળવા આવ્યો છું. પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની માતા-બહેનો માટે જે અપશબ્દો બોલ્યા જેનાથી લાગણી દુભાઈ છે. આજે રાજ્યભરમાં આંદોલનનું સ્વરૂપ પકડાઈ ગયું છે. આ મુદ્દાને માત્ર ગુજરાત સુધી જ નથી રાખવાનો, દેશભરમાં આ મુદ્દાને લઈ જવામાં આવશે. ગુજરાતના ક્ષત્રિયો સાથે અમે છીએ. ભાજપે રૂપાલાની ટિકિટ કાપવાની માગ પૂરી કરવી જોઈએ.
DHANDHUKA KSHATRIY SANMELAN : આ લડત ચાલુ રાખવા રાજવી પરિવારોનો હૂંકાર

ભાવનગર અને વઢવાણ રાજવી પરિવારે પણ પરશોત્તમ રૂપાલાની ટિપ્પણીનો વિરોધ કર્યો છે, અને ચૂંટણીમાં મતદાન થાય ત્યાં સુધી લડી લેવાનો સંકલ્પ કર્યો છે. રૂપાલાના વિરોધમાં સૌરાષ્ટ્રના રાજવી પરિવારો પણ મેદાનમાં આવ્યા છે, ભાવનગર અને વઢવાણના રાજવી પરિવારોએ રૂપાલાના નિવેદનનો ખુલ્લો વિરોધ દર્શાવ્યો છે અને સમાજ વિરૂદ્ધ આવી ટિપ્પણી ના ચલાવી લેવાયનું કહ્યું છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો