DHAN SANKRANTI: ખરમાસમાં સુખ-સમૃદ્ધિ અને અક્ષય પુણ્ય મેળવવા માટે આ ઉપાય કરો અને મેળવો લાભ

0
103

DHAN SANKRANTI : 16 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી સુધી ખરમાસ. વિષ્ણુ પૂજા સાથે અનાજ દાનની પણ પરંપરા. માન્યતાઓ પ્રમાણે ખરમાસમાં આ કામ કરશો નહીં

16 ડિસેમ્બરે સૂર્યના ધન રાશિમાં આવતાં જ ખરમાસની શરૂઆત થઇ ગઈ છે. જેને ધન સંક્રાંતિ (DHAN SANKRANTI) પણ કહેવામાં આવે છે. હિંદુ ધર્મની પૌરાણિક માન્યતાઓ પ્રમાણે ખરમાસમાં કોઇપણ પ્રકારના માંગલિક-શુભ કામ કરવા જોઇએ નહીં. 16 ડિસેમ્બરે બપોરે 4 વાગ્યે સૂર્ય ધન રાશિમાં પ્રવેશ કરી ચુક્યા છે. એટલે 16 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી 2024 સુધી ધન સંક્રાંતિ (DHAN SANKRANTI) હોવાથી ખરમાસ દોષ રહેશે. લગ્નની સીઝન 21 જાન્યુઆરીથી શરૂ થશે.

ભગવાન વિષ્ણુનું પૂજન કરો

ખરમાસના પ્રતિનિધિ આરાધ્ય દેવ ભગવાન વિષ્ણુ (VISHNU)છે, એટલે આ મહિના દરમિયાન ભગવાન વિષ્ણુની પૂજા નિયમિત કરવી જોઇએ. સાથે જ, વિષ્ણુ તથા શાલિગ્રામનો પંચામૃતથી અભિષેક કરવો જોઇએ. ભગવાનને સજાવીને તેમને વિશેષ પકવાનનો ભોગ ધરાવવો જોઇએ. પ્રભુનું નામ સ્તવન કરી કીર્તન તથા ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો દરરોજ જાપ કરવો જોઇએ. તીર્થ સ્થાનમાં હોવ તો જઇને દાન-સ્નાન તથા ભગવાન સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવું જોઇએ. આ મહિનામાં તુલસીની પૂજાનું પણ વધારે મહત્ત્વ માનવામાં આવે છે.

IMG 0020

 

સૂર્યના દિવાકર સ્વરૂપની પૂજા

ધન સંક્રાંતિ (DHAN SANKRANTI)ના દિવસે સૂર્યદેવના દિવાકર સ્વરૂપની પૂજા કરવાનું ખૂબ જ મહત્ત્વ છે. આ દિવસે સૂર્યદેવની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ પર્વમાં પવિત્ર નદીઓના જળમાં સ્નાન કરવાથી મનુષ્યો દ્વારા કરવામાં આવેલાં ખરાબ કર્મ કે પાપથી મુક્તિ મળે છે. સાથે જ, આ દિવસે પૂજા કરવાથી ભવિષ્ય સૂર્યની જેમ ચમકવા લાગે છે. ધન સંક્રાંતિએ ગૌદાન સાથે જ જરૂરિયાતમંદ લોકોને વસ્ત્ર અને અનાજનું દાન કરવાની પણ પરંપરા છે, તેનાથી અક્ષય પુણ્ય મળે છે.

IMG 0011

ખરમાસમાં શું કરવું જોઇએ
સૂર્યોદય પહેલાં સ્નાન, સંધ્યા કરીને ભગવાનનું સ્મરણ કરો. ખરમાસમાં સૂર્યદેવની ઉપાસના કરવી જોઇએ. આ મહાધર્મ, દાન, જાપ, તપનો મહિનો માનવામાં આવે છે. તેમાં અનેક ગુણો સાથે લાભ પ્રાપ્ત થાય છે. આ પુણ્ય કામ કરનારને અનેક ગણું ફળ પ્રાપ્ત થાય છે. ખરમાસમાં બ્રાહ્મણ, ગુરુ, ગાય તથા સાધુ-સંન્યાસીઓની સેવા કરવી જોઇએ.

દાનનું મહત્ત્વ
ખરમાસ મહિનામાં સવારે જાગીને સ્નાન કરવું જોઇએ. તે પછી સૂર્યદેવની ઉપાસના કરવી જોઇએ. એવું પણ માનવામાં આવે છે કે ખરમાસમાં દાન-પુણ્ય કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે, એટલે આ મહિને જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવવું જોઇએ.

IMG 0018

ધનુર્માસમાં આ ભૂલ કરશો નહીં

ધનુર્માસમાં કોઈ નવી વસ્તુ, ઘર, જમીન કે વાહનની ખરીદી કરવી જોઈએ નહીં. આવું કરવાથી વ્યક્તિ આ વસ્તુઓનું સુખ ભોગવી શકતો નથી. આ મહિનામાં ઘઉં, ચોખા, સફેદ અનાજ, મગ, જવ, તલ, કઠોળ, જીરું, આંબળા, સોપારી, સિંધાલુણ મીઠું વગેરે ખાવું જોઈએ નહીં.

મકર સંક્રાંતિએ ખરમાસ પૂર્ણ થશે

સૂર્ય એક મહિના પછી મકર રાશિમાં પ્રવેશ કરશે. આ ખાસ દિવસને મકર સંક્રાંતિ પર્વ માનવામાં આવે છે. મકર સંક્રાંતિ દેવતાઓની મધ્ય રાત્રિ હોય છે. આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરીને દાન કરવામાં આવે છે. આ દિવસથી ઉત્તરાયણ શરૂ થાય છે. 

સંક્રાંતિ પર્વમાં ગૌદાનનું મહત્ત્વ

ધન સંક્રાંતિ પર્વ ઊજવનાર લોકોએ દિવસભર બ્રહ્મચર્યનું પાલન કરવું જોઇએ. આખો દિવસ જરૂરિયાતમંદ લોકોને દાન કરવું જોઇએ. કોશિશ કરવી જોઇએ કે આ દિવસે મીઠાનું સેવન ન કરો. આ પર્વમાં ભગવાન સૂર્ય, વિષ્ણુ અને શિવજીની પૂજા કરવી જોઇએ. આ સિવાય પિતૃ શાંતિ માટે તર્પણ કરવાનું પણ મહત્ત્વ છે. ધન સંક્રાંતિએ ગૌદાનને ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. ગ્રંથો પ્રમાણે આ સંક્રાંતિએ ગૌદાનથી દરેક પ્રકારના સુખ મળે છે. પાપ દૂર થાય છે અને પરેશાનીઓથી પણ છુટકારો મળે છે. ગૌદાન ન કરી શકો તો ગાય માટે એક કે વધારે દિવસના ચારાનું દાન કરો. આ પ્રકારે દાન કરવાથી પાપ દૂર થઇ જાય છે.