પૂર્વોત્તર રાજ્યો બાદ દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા; નેપાળમાં કેન્દ્રબિંદુ

0
414
earthquake
earthquake

3 ઓક્ટોબરના રોજ બપોરે 2.53 કલાકે દિલ્હી-એનસીઆર, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં ભૂકંપના આંચકા અનુભવાયા. રિક્ટર સ્કેલ પર એની તીવ્રતા 4.6 માપવામાં આવી. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ નેપાળમાં નોંધવામાં આવ્યું છે. સુત્રોના જણાવ્યાનુસાર નેપાળમાં બે વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. 3 ઓક્ટોબરના બપોરના 2.25 વાગ્યે પહેલો, જેની રિક્ટર સ્કેલ તીવ્રતા 4.6 માપવામાં આવી. ત્યાર બાદ બીજો આંચકો 2.53 વાગ્યે આવ્યો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.2 રહી. ઉત્તરપ્રદેશમાં પણ ભૂકંપ અનુભવાયો છે. રિક્ટર સ્કેલ પર તીવ્રતા 5.5 માપવામાં આવી છે.

આસામ અને મેઘાલય સહિત પૂર્વોત્તરના ભાગોમાં 5.2ની તીવ્રતાના ભૂકંપના આંચકા- વધુ માહિતી માટે કલિક કરો અહી

હરિયાણામાં મંગળવારે એક જ દિવસમાં બીજી વખત ભૂકંપના આંચકા અનુભવાયા. પાણીપત, રોહતક, જીંદ, રેવાડી અને ચંદીગઢ વગેરેમાં બપોરે 2.50 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા. ભૂકંપના કારણે ગભરાટમાં લોકો ઘરની બહાર આવી ગયા. આજે વહેલી સવારે સોનીપતમાં 2.7ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો.

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યાનુસાર ૩ ઓક્ટોબરના રોજ સવારે 11.06 સેકન્ડે ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર સોનીપત હોવાનું કહેવાય છે. પૃથ્વીથી 8 કિલોમીટર નીચે હિલચાલ નોંધવામાં આવી છે.

ઉત્તરપ્રદેશના લખનઉ, કાનપુર, આગ્રા, નોઈડા, મેરઠ, મુરાદાબાદ, ગાઝિયાબાદ, અયોધ્યા, અલીગઢ, હાપુડ, અમરોહામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

ભૂકંપના આંચકાઓના કારણે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા પણ દિલ્હી સ્થિત પોતાની ઓફીસમાંથી બહાર આવી ગયા હતા.

આખરે કયા કારણોથી આવે છે ભૂકંપ..?

આપણી પૃથ્વીની સપાટી અલગ અલગ પ્લેટથી બનેલી છે, આ પ્લેટની સપાટી મુખ્યત્વે 7 મોટી અને ઘણી નાની ટેક્ટોનિકથી બનેલી છે. આ પ્લેટ્સ સતત ફરતી રહે છે, આ ભ્રમણ દરમિયાન ક્યારેક તે એકબીજા સાથે અથડાય છે. ઘણી વખત અથડામણને કારણે પ્લેટોના ખૂણાઓ વળે આપણ છે, જ્યારે ખૂબ દબાણ આવે છે ત્યારે આ પ્લેટો તૂટવા લાગે છે. આવી પરિસ્થિતિમાં નીચેથી નીકળતી ઊર્જા બહાર નીકળવાનો માર્ગ શોધે માંડે છે, તેના પરિણામ સ્વરૂપે પછી ભૂકંપ આવે છે.

દેશ, દુનિયા અને રાજનીતિને લગતા વધુ સમાચાર માટે – ક્લિક કરો અહી –

બંગાળની ખાડી બગાડી શકે છે ભારત-પાક.ની મેચ ; અંબાલાલે ધોધમાર વરસાદની કરી આગાહી  

બિહાર જાતિગત વસતી ગણતરીનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો

વર્લ્ડ કપ મેચ જોવા માટે ફિઝિકલ ટિકિટ ફરજિયાત; ફિઝિકલ ટિકિટ નહિ હોય તો..? ‘નો એન્ટ્રી’

વર્લ્ડ કપ 2023ની મેચ જોવા જવાના છો..? તો છોડો પાર્કિંગની ચિંતા : આ રહી ખાસ સુવિધા

આસામ અને મેઘાલય સહિત પૂર્વોત્તરના ભાગોમાં 5.2ની તીવ્રતાના ભૂકંપના આંચકા

ઈ-સિગારેટ રાખવું પડશે ભારે, ઉલ્લંઘન કરનાર સામે થશે કાર્યવાહી : આરોગ્ય મંત્રાલય

પ્રેગ્નન્સીના સમાચાર વચ્ચે આ લૂકમાં જોવા મળી અનુષ્કા, પાપારાઝીને ફોટો લેવાની પાડી ‘ના’