સુપ્રીમમાં 2000ની નોટ પર નહીં થાય તાત્કાલીક સુનાવણી

0
162

ઓળખ કાર્ડ બતાવ્યા વીના 2 હજારની નોટ બદલવાની અરજી પર સુપ્રીમ કોર્ટે  તાત્કાલીક સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો છે.સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આ એવો મામલો નથી જેની તાત્કાલીક સુનાવણી કરવી પડે.સુપ્રીમ કોર્ટે કહ્યું અરજદારે  વેકેશન પછી સુનવણીની વિનંતિ કરવી જોઈએ નોંધનીયે છે કે દિલ્હી હાઈકોર્ટે આઈડી વિના રૂ. 2,000ની નોટો બદલવાની મંજૂરી આપતી આરબીઆઈની સૂચના સામે દાખલ કરવામાં આવેલી પીઆઈએલને ફગાવી દીધી હતી. આ અરજી એડવોકેટ અશ્વિની ઉપાધ્યાયે દાખલ કરી હતી. હવે અશ્વિની ઉપાધ્યાયે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં આરબીઆઈના નિર્ણયને પડકારતાં કહેવામાં આવ્યું હતું કે સરકારનો આ નિર્ણય મનસ્વી છે અને તે ભારતના બંધારણની કલમ 14નું ઉલ્લંઘન છે..