‘સ્વદેશ’ ફિલ્મની અભિનેત્રી ગાયત્રી જોષીનો ઇટાલીમાં અકસ્માત, 2ના મોત

1
122
Gayatri Joshi and her husband Vikas Oberoi
Gayatri Joshi and her husband Vikas Oberoi

શાહરૂખ ખાન અભિનીત ‘સ્વદેશ’માં જોવા મળેલી અભિનેત્રી ગાયત્રી જોશી તેના પતિ વિકાસ ઓબેરોય સાથે ઇટાલીમાં મુસાફરી કરતી વખતે કાર અકસ્માત નો ભોગ બની હતી. ગાયત્રી અને તેનો પતિ સરડીનમાં વેકેશન પર હતા, ત્યારે આ અકસ્માત થયો હતો. ગાયત્રી અને વિકાસ ઓબેરોયની કારનો અન્ય કાર સાથે અને તેમજ કેમ્પર કાર સાથે અથડાઈ અકસ્માત સર્જાયો હતો. વિકાસ ઓબેરોયના મેનેજરના જણાવ્યા મુજબ દંપતી કાર બરાબર ચલાવી રહ્યા હતા

ટૂંક માં –

ગાયત્રી જોષી અને તેના પતિ વિકાસ ઓબેરોયનો તાજેતરમાં જ ઈટાલીમાં કાર અકસ્માત

કપલ ઈટાલીમાં વેકેશન માણવા ગયું હતું

તેઓ તેમની લેમ્બોર્ગિની ચલાવી રહ્યા હતા

આ ઘટના સાર્દિનિયા સુપરકાર ટૂર દરમિયાન બની હતી, જેમાં તે ઉલાડાથી ઓલ્બિયા સુધીની લક્ઝરી કાર પરેડ દર્શાવવામાં આવી હતી.

ગાયત્રી અને તેમના પતિ તેમની લેમ્બોર્ગિની કાર ચલાવી રહ્યા હતા, ત્યારે તેમની લક્ઝરી કાર ફેરારી અને કેમ્પર વાન સાથે અથડાઈ હતી. અહેવાલ મુજબ સાર્દિનિયાના ગ્રામીણ રસ્તા પર કાર  પલટી મારી ગઈ હતી અને ઘણી અન્ય કાર પણ એકબીજા સાથે અથડાઈને ક્રેશ થઈ હતી. મીડિયા અહેવાલો મુજબ ફેરારીમાં આગ લાગી હતી, જેમાં સવાર મુસાફરો પૈકી મેલિસા ક્રૌટલી અને માર્કસ ક્રૌટલી અવસાન પામ્યા છે. આ દંપતી મૂળ સ્વિટ્ઝર્લેન્ડના હતા.

3 6
Gayatri Joshi and her husband Vikas Oberoi

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના નાગપુરમાં જન્મેલા ગાયત્રી જોશીએ પોતાની કારકિર્દીની શરૂઆત વીડિયો જોકી તરીકે કરી હતી. તે પછી તેણીએ ફેમિના ઈન્ડિયા બ્યુટી પેજન્ટ વિજેતા બનવાના જોકીની કારકિર્દીમાંથી વિદાય લીધી. 2000માં ફેમિના મિસ ઈન્ડિયા ઈન્ટરનેશનલ ટાઈટલ જીત્યા બાદ તેણીએ મિસ ઈન્ટરનેશનલ 2000માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

Swadesh Actress Gayatri Joshi Car Accident

2004માં ગાયત્રી જોષીએ આશુતોષ ગોવારીકરની દિગ્દર્શિત ફિલ્મ ‘સ્વદેસ’માં અભિનય કર્યો હતો, જે એક એન.આર.આઈ નાસા એન્જિનિયર વિશે હતી. આ ફિલ્મમાં ગાયત્રી જોશીના કેરેક્ટર અને અભિનયને વખાણવામાં આવ્યા હતો.

દેશ, દુનિયા અને મનોરંજનને લગતા વધુ સમાચાર માટે – ક્લિક કરો અહી –

આખરે 22 ડિસેમ્બરે પ્રભાસની ‘સાલાર’ અને SRKની ‘ડંકી’  સિનેમાઘરોમાં અથડાશે

એક ઈન્ટરવ્યુમાં બોની કપૂરે ખોલ્યા સ્વર્ગસ્થ પત્ની શ્રીદેવીના અનેક રાઝ

પ્રેગ્નન્સીના સમાચાર વચ્ચે આ લૂકમાં જોવા મળી અનુષ્કા, પાપારાઝીને ફોટો લેવાની પાડી ‘ના’

“સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ ઉંમર સાબિત નથી કરતું” : બળાત્કાર કેસમાં હાઈકોર્ટની ટિપ્પણી

1 COMMENT

Comments are closed.