“હું તમને એક રહસ્ય કહું…”, KCR NDAમાં જોડાવા માંગતા હતા : વડાપ્રધાન મોદી

1
91

વડાપ્રધાન મોદી એ છત્તીસગઢમાં એક જાહેર સભાને સંબોધિત કર્યા બાદ  તેલંગાણા (તેલંગાણા વિધાનસભા ચૂંટણી 2023) માં રેલી યોજી હતી. હૈદરાબાદમાં રેલી દરમિયાન વડાપ્રધાન મોદી એ કહ્યું કે તેલંગાણાને એક ગુજરાતી પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલે આઝાદી અપાવી હતી. હવે બીજો ગુજરાતી પુત્ર વિકાસ માટે આવ્યો છે. દરમિયાન વડાપ્રધાન મોદી એ તેલંગાણાના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવ (કેસીઆર) વિશે પણ દાવો કર્યો હતો. મોદીએ કહ્યું કે કેસીઆર એક સમયે બીજેપીના નેતૃત્વવાળા ગઠબંધન એનડીએમાં સામેલ થવા માંગતા હતા. પરંતુ ખુદ વડાપ્રધાને તેને ફગાવી દીધો હતો.

top1

વડાપ્રધાન મોદીએ કહ્યું, “હું એક રહસ્ય ખોલવા જઈ રહ્યો છું. જ્યારે હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી થઈ ત્યારે ભાજપ 48 સીટો જીતીને આવ્યો હતો. કેસીઆરને સમર્થનની જરૂર હતી. પહેલા તેઓ ખૂબ માન આપતા હતા. તેઓ એરપોર્ટ પર માળા લાવતા હતા. હવે તેઓ ગુસ્સામાં છે. તે મને મળવા દિલ્હી આવ્યા,  શાલ પહેરાવી અને ઘણો પ્રેમ બતાવ્યો. પણ પ્રેમ દર્શાવવો તેના પાત્રમાં જ નથી.”

kcr with narendra modi b 2506170553

“તેમને NDAમાં સામેલ થવાનું કહ્યું, “મેં કહ્યું- તમારા કાર્યો એવા છે, મોદી તમારી સાથે જોડાઈ શકતા નથી. અમે વિપક્ષમાં બેસી શકીએ છીએ, પરંતુ તેલંગાણાની જનતા સાથે દગો નહીં કરીએ. કેસીઆરએ કહ્યું હતું કે તે હવે વૃદ્ધ થઈ ગયા છે. હવે જો પુત્ર કેટીઆર તમારી પાસે આવે તો તેને આશીર્વાદ આપો. મેં કહ્યું કે આ લોકશાહી છે. તમે તમારા પુત્રને સિંહાસન કેવી રીતે આપી શકો.” : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

તમને જણાવી દઈએ કે તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ (KCR) એ તેમની પાર્ટી ‘તેલંગાણા રાષ્ટ્ર સમિતિ’ (TRS) નું નામ બદલીને ‘ભારત રાષ્ટ્ર સમિતિ’ (BRS) કર્યું છે.

કેસીઆરએ 2024ની સામાન્ય ચૂંટણી પહેલા રાષ્ટ્રીય સ્તરે ભાજપ વિરુદ્ધ ચૂંટણી લડવાની તેમની યોજનાઓની રૂપરેખા બનાવી છે.

કોંગ્રેસે BRS સાથે ગઠબંધન કર્યું :

દરમિયાન વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર પણ નિશાન સાધતા કહ્યું કે, “ભાજપ સામાન્ય લોકો માટે કામ કરે છે. તેલંગાણાના લોકોએ કોંગ્રેસથી પણ સાવધાન રહેવાની જરૂર છે. સમગ્ર દેશે કોંગ્રેસને નકારી કાઢી છે. એકવાર કોંગ્રેસ સત્તા પરથી જાય છે, તેના માટે પાછા ફરવું મુશ્કેલ બની જાય છે. કોંગ્રેસ મતોના ભાગલા પાડવાનું કામ કરી રહી છે, આ માટે BRSએ તેની તિજોરી ખોલી છે. તેલંગાણામાં BRSની હાર નિશ્ચિત છે, તેની વિદાય નિશ્ચિત છે.”

પહેલા એક પુત્ર સરદાર પટેલ આવ્યો, હવે બીજો પુત્ર હું આવ્યો છું ;

તેમણે કહ્યું, “જ્યારે દેશને આઝાદી મળી ત્યારે નિઝામ અવરોધો ઉભો કરી રહ્યા હતા. તે ભારતમાં જોડાવાની અનિચ્છા જાહેર કરી હતી. એક ગુજરાતી પુત્ર સરદાર પટેલે તમારી આઝાદી સુનિશ્ચિત કરી. હવે બીજો પુત્ર ગુજરાતી પુત્ર તમારા વિકાસ માટે આવ્યો છે. ભારત સરકારે તેલંગાણા સરકારને વિકાસ માટે જંગી નાણા આપ્યા છે, પણ BRSએ તેને લૂંટી લીધા છે. આ તેમની પરંપરા છે. તેલંગાણામાં એક જ પરિવારે લાખો પરિવારોના અધિકારોનું હનન કર્યું છે. કબજો કરવામાં આવ્યો છે.”

દેશ, દુનિયા અને રાજનીતિને લગતા વધુ સમાચાર માટે – ક્લિક કરો અહી –

‘સ્વદેશ’ ફિલ્મની અભિનેત્રી ગાયત્રી જોષીનો ઇટાલીમાં અકસ્માત, 2ના મોત

“સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ ઉંમર સાબિત નથી કરતું” : બળાત્કાર કેસમાં હાઈકોર્ટની ટિપ્પણી

ખાલિસ્તાન મુદ્દે ભારત ફરી આકરા પાણીએ,ભારતે લીધો મહત્વનો નિર્ણય

એક ઈન્ટરવ્યુમાં બોની કપૂરે ખોલ્યા સ્વર્ગસ્થ પત્ની શ્રીદેવીના અનેક રાઝ

1 COMMENT

Comments are closed.