“સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ ઉંમર સાબિત નથી કરતું” : બળાત્કાર કેસમાં હાઈકોર્ટની ટિપ્પણી

0
464

બળાત્કાર કેસમાં ગુજરાત હાઇકોર્ટે ખુબ મહત્વનું નિવેદન આપ્યું છે. અમદાવાદ સ્થિત ગુજરાત હાઈકોર્ટે એક કેસમાં ઉંમર બાબતે મોટી ટિપ્પણી કરતા કહ્યું કે, કોઈ પણ ફોજદારી કેસમાં આરોપીની ઉંમર સ્થાપિત કરવા માટે સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટને પુરાવા તરીકે ગણી શકાય નહીં. આવા પુરાવા તરીકે તેનું મૂલ્ય બહુ ઓછું આંકવામાં આવ્યું છે. સરકાર દ્વારા દાખલ કરાયેલા બળાત્કાર કેસની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે આ ટિપ્પણી કરવામાં આવી.

2 6

27 વર્ષ પહેલાના બળાત્કાર કેસના આરોપીઓને નિર્દોષ જાહેર કરવાના નિર્ણયને ગુજરાત સરકાર પડકારી રહી છે. આ વ્યક્તિ પર 1994માં 12 વર્ષની બાળકીને ફસાવવાનો અને ત્યાર બાદ તેના પર બળાત્કાર કરવાનો આરોપ છે. પરંતુ આ આરોપીને 1996માં નિર્દોષ જાહેરકરી મુક્ત કરવામાં આવ્યો હતો. કારણ કે ફરિયાદ પક્ષ આરોપીઓ સામે પૂરતા પુરાવા રજૂ કરી શક્યું નથી. હાઇકોર્ટે સ્વીકાર્યું કે પીડિતાએ પોલીસને કોર્ટમાં ખોટી માહિતી આપી હતી.

1 6
ગુજરાત હાઇકોર્ટ

પીડિતાની ઉંમર સ્પષ્ટ થઈ શકી ન હોવાથી આરોપીને છોડી મૂકવામાં આવ્યો હતો. પીડિતાના પિતા દ્વારા શાળા છોડવાનું પ્રમાણપત્ર તૈયાર કરવામાં આવ્યું હતું, જેમાં તેમની ઉંમર 1 જાન્યુઆરી, 1982 દર્શાવવામાં આવી હતી. પરંતુ કોર્ટે આ અંગે શંકા વ્યક્ત કરી હતી. પિતાએ કોર્ટમાં કહ્યું કે તેણે તેની પુત્રીના જન્મ પછી રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. પરંતુ અધિકારીઓએ રજૂઆત કરી ન હતી. જે બાદ કોર્ટે આ કેસને શંકાસ્પદ કેસ ગણાવ્યો હતો.

3 5

હાઇકોર્ટનો આરોપીના કેસમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર :

ન્યાયાધીશ એ.એસ. સુપેહિયા અને એમ.આર. મેંગડેની બેન્ચે આરોપીઓને નિર્દોષ જાહેર કરવાની બાબતમાં દખલ કરવાનો ઇનકાર કર્યો હતો. પીડિતાની ઉંમર અંગે કોર્ટે કહ્યું કે શાળા છોડવાના પ્રમાણપત્રને કલમ 35 હેઠળ પુરાવા તરીકે ગણી શકાય, પરંતુ નક્કર પુરાવાના અભાવમાં, જો આ એક જ પુરાવા છે, તો પછી તેની સ્વીકૃતિનું બહુ મહત્વ નથી.

દેશ, દુનિયા અને રાજનીતિને લગતા વધુ સમાચાર માટે – ક્લિક કરો અહી –

ખાલિસ્તાન મુદ્દે ભારત ફરી આકરા પાણીએ,ભારતે લીધો મહત્વનો નિર્ણય

એક ઈન્ટરવ્યુમાં બોની કપૂરે ખોલ્યા સ્વર્ગસ્થ પત્ની શ્રીદેવીના અનેક રાઝ

પૂર્વોત્તર રાજ્યો બાદ દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા; નેપાળમાં કેન્દ્રબિંદુ

બંગાળની ખાડી બગાડી શકે છે ભારત-પાક.ની મેચ ; અંબાલાલે ધોધમાર વરસાદની કરી આગાહી  

વર્લ્ડ કપ મેચ જોવા માટે ફિઝિકલ ટિકિટ ફરજિયાત; ફિઝિકલ ટિકિટ નહિ હોય તો..? ‘નો એન્ટ્રી’

વર્લ્ડ કપ 2023ની મેચ જોવા જવાના છો..? તો છોડો પાર્કિંગની ચિંતા : આ રહી ખાસ સુવિધા