ગેમિંગ એપ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા રણબીર કપૂરને સમન્સ

1
147

ગેમિંગ એપ કેસમાં બોલીવૂડ એક્ટરને EDનું તેડું આવ્યું છે. એક્ટર રણબીર કપૂરને એક ગેમિંગ એપ સાથે સંકળાયેલા કેસના સંબંધમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. ગેમિંગ એપ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા રણબીર કપૂરને સમન્સ મોકલવામાં આવ્યો છે

1 8

મહાદેવ ઓનલાઈન બુક એપ એ એક વિવાદિત રહેલી એપ છે, જે ગેરકાયદેસર સટ્ટાબાજીમાં  વેબસાઈટને નવા યુઝર્સની નોંધણી કરવવી, યુઝર આઈડી બનાવવા અને બેનામી બેંક એકાઉન્ટ્સના મદદથી વેબ દ્વારા નાણાંની હેરાફેરી માટે એક ઓનલાઈન પ્લેટફોર્મ પૂરું પાડે છે. તેઓ તપાસ એજન્સીએ આક્ષેપ કર્યો છે. એપની જાહેરાતોમાં દેખાતા લોકપ્રિય અભિનેતા રણબીર કપૂરને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો છે

3 9

એક્ટર રણબીર કપૂરને આ ગેમિંગ એપ સાથે સંકળાયેલા કેસના સંબંધમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવ્યું છે.

ગયા મહિને, નાણાકીય છેતરપિંડીની તપાસ કરતી તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ઓનલાઈન સટ્ટાબાજીના કેસના સંબંધમાં ₹ 417 કરોડની સંપત્તિ જપ્ત કરી હતી.

કંપનીના પ્રમોટર્સ છત્તીસગઢના ભિલાઈના વતની છે અને એપ UAEની સેન્ટ્રલ હેડ ઓફિસમાંથી ચલાવવામાં આવે છે, તેમ તપાસ એજન્સીની તપાસમાં દર્શાવવામાં આવ્યું છે.

ઓનલાઈન સટ્ટાબાજીના પ્લેટફોર્મના પ્રમોટરોમાંના એક સૌરભ ચંદ્રકરે ફેબ્રુઆરીમાં UAEમાં લગ્ન કર્યા હતા. પરિવારના સભ્યોને માટે ખાસ ખાનગી જેટ ભાડે રાખવામાં આવ્યું હતું. લગ્ન સમારંભોમાં પરફોર્મ માટે સેલિબ્રિટીઓ પણ આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

“ફેબ્રુઆરી 2023 માં, સૌરભ ચંદ્રકરે UAE ખાતે લગ્ન કર્યા હતા અને આ લગ્ન સમારોહ માટે, મહાદેવ એપીપીના પ્રમોટર્સે રોકડમાં આશરે ₹ 200 કરોડનો ખર્ચ કર્યો હતો.” ED એ 15 સપ્ટેમ્બરના રોજ એક નિવેદનમાં જણાવ્યું હતું.

EDએ જણાવ્યું હતું કે ડિજિટલ પુરાવા મુજબ, ઇવેન્ટ મેનેજમેન્ટ ફર્મને હવાલા વ્યવહારો દ્વારા ₹ 112 કરોડની ડિલિવરી કરવામાં આવી હતી અને ₹ 42 કરોડની કિંમતની હોટેલ બુકિંગ UAE ચલણમાં રોકડમાં કરવામાં આવી હતી

મહાદેવ એપ પ્રમોટર્સ, તેમના પરિવારના સભ્યો, વેબસાઇટ્સ પ્લેટફોર્મ પર સમર્થન આપતી સેલિબ્રિટી, તેમજ UAE માટે ટિકિટ બુક કરાવનાર ટ્રાવેલ એજન્સીના પરિસરમાં પણ સર્ચ કરવામાં આવ્યું હતું.

એજન્સીએ કહ્યું કે તેણે મહાદેવ ઓનલાઈન બુક એપના કથિત મની લોન્ડરિંગ કામગીરીમાં સામેલ અન્ય મોટા ખેલાડીઓની પણ ઓળખ કરી છે.

EDએ અત્યાર સુધીમાં 39 સ્થળોએ તપાસ હાથ ધરી છે અને ₹ 417 કરોડની ગેરકાયદે સંપત્તિ જપ્ત કરી છે, એમ કેન્દ્રીય એજન્સીએ જણાવ્યું હતું.

દેશ, દુનિયા અને મનોરંજનને લગતા વધુ સમાચાર માટે – ક્લિક કરો અહી –

‘રઈસ’ અભિનેત્રી માહિરા ખાને બતાવી તેના સપનાના લગ્નની ઝલક : મલકાતી પહોંચી મંડપમાં  

“ન્યાયની અપેક્ષા રાખો, બદલો લેવાની નહીં”: સુપ્રીમ કોર્ટ નો EDને કડક ઠપકો

“હું તમને એક રહસ્ય કહું…”, KCR NDAમાં જોડાવા માંગતા હતા : વડાપ્રધાન મોદી

“સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ ઉંમર સાબિત નથી કરતું” : બળાત્કાર કેસમાં હાઈકોર્ટની ટિપ્પણી

એક ઈન્ટરવ્યુમાં બોની કપૂરે ખોલ્યા સ્વર્ગસ્થ પત્ની શ્રીદેવીના અનેક રાઝ

1 COMMENT

Comments are closed.