ટોલ ટેક્સ વધારા પર MNS ચીફ રાજ ઠાકરેનું નિવેદન
‘શિંદે સરકાર અત્યારે લોકોને નારાજ કરવાનું જોખમ લઈ શકે નહીં : રાજ ઠાકરે
મુખ્યમંત્રીને મળીને આ અંગે રજૂઆત કરવામાં આવશે : રાજ ઠાકરે
ટોલ ટેક્સ વધારા પર MNS ચીફ રાજ ઠાકરેનું નિવેદન સામે આવ્યું છે.મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશને 1 ઓક્ટોબરથી મુંબઈની સરહદો પર સ્થિત ટોલ બૂથ પરના ટોલ ટેક્સમાં વધારો કર્યો છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના નેતાઓ આનો વિરોધ કરી રહ્યા છે. પાર્ટીના નેતા અવિનાશ જાધવ ચાર દિવસથી અનશન પર છે. આવી સ્થિતિમાં MNS પ્રમુખ રાજ ઠાકરે જાધવને મળ્યા હતા. સાથે જ કહ્યું કે તેઓ આ મામલે મુખ્યમંત્રી એકનાથ શિંદેને મળશે.MNS વડાએ કહ્યું કે તેઓ આગામી થોડા દિવસોમાં મુખ્યમંત્રીને મળશે. ટોલ વધારા અને રાજ્યના લોકોને પડતી અન્ય સમસ્યાઓ તેમની સમક્ષ મુકશે. આ તમામ મુદ્દાઓ પર મુખ્યમંત્રી ચર્ચા કરશે.
મહારાષ્ટ્રમાં કરવામાં વેલા ટોલ ટેક્સ વધારા અંગે રાજ ઠાકરે એ પ્રતિક્રિયા આપી છે.તેમણે કહ્યું કે આગામી દિવસોમાં મુખ્યમંત્રીને મળશે. ટોલ વધારા અને રાજ્યના લોકોને પડતી અન્ય સમસ્યાઓ તેમની સમક્ષ મુકશે. આ તમામ મુદ્દાઓ પર મુખ્યમંત્રી ચર્ચા કરશે.તેમણે કહ્યું કે શિવસેના-ભાજપ ગઠબંધને તેના ચૂંટણી ઢંઢેરામાં મહારાષ્ટ્રને ટોલ-ફ્રી બનાવવાનું વચન આપ્યું હતું, પરંતુ વચન પૂરું થયું નથી. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે શિંદેએ અગાઉ ટોલ અંગે કોર્ટમાં અરજી કરી હતી, જે પાછળથી પાછી ખેંચી લેવામાં આવી હતી. તેમણે મહારાષ્ટ્રના સીએમને પૂછ્યું કે કોના નિર્દેશ પર તેમણે અરજી પાછી ખેંચી હતી?MNS નેતાએ લોકોને તેમના અધિકારો માટે બળવો કરવા કહ્યું. તેમણે કહ્યું કે જ્યારે લોકો આગળ આવશે ત્યારે જ સરકારને તેની ભૂલોનો અહેસાસ થશે.
વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ
સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ