પાંચ રાજ્યોમાં હળવાથી ભારે વરસાદનું અનુમાન

0
123
પાંચ રાજ્યોમાં હળવાથી ભારે વરસાદનું અનુમાન
પાંચ રાજ્યોમાં હળવાથી ભારે વરસાદનું અનુમાન

વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી

પાંચ રાજ્યોમાં હળવાથી ભારે વરસાદનું અનુમાન

દેશના પાંચ રાજ્યોમાં હળવાથી ભારે વરસાદનું અનુમાન

15 ઓગસ્ટ પછી જ મધ્યપ્રદેશમાં વરસાદની શક્યતા

પાંચ રાજ્યમાં હવામાન વિભાગે વરસાદનું અનુમાન વ્યકત કર્યો છે. વામાન વિભાગની આગાહી મુજબ દેશના પાંચ રાજ્યોમાં હળવાથી ભારે વરસાદનું અનુમાન છે. પંજાબ, બિહાર, પૂર્વ ઉત્તર પ્રદેશ, આસામના ભાગો અને અરુણાચલ પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી  છે.  ઉત્તરાખંડમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.રાજસ્થાનમાં ઓગસ્ટ મહિનામાં ચોમાસું નબળું પડવાનું શરૂ થયું છે. હવામાન વિભાગે 15 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદની સંભાવનાને નકારી કાઢી છે, પરંતુ 10 અને 11 ઓગસ્ટે ભરતપુર અને શેખાવતી ક્ષેત્રમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થવાની સંભાવના છે. બાકીના મોટાભાગના વિસ્તારોમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યના પશ્ચિમ ભાગમાં લગભગ એક સપ્તાહ સુધી હવામાન સૂકું રહેશે.

જયપુરમાં તાપમાન 31 ડિગ્રી રહેશે

બીજી તરફ જોધપુર અને બિકાનેર પંથકમાં પવન ફૂંકાવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ દરમિયાન રાજ્યમાં ગરમી પણ વધશે. જો કે રાજ્યમાં એકાદ-બે સ્થળોએ વરસાદની સંભાવના છે, પરંતુ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં હાલમાં ક્યાંય પણ ભારે વરસાદની શક્યતા નથી. બીજી તરફ, રાજ્યની રાજધાની જયપુરમાં આજે લઘુત્તમ તાપમાન 27 અને મહત્તમ તાપમાન 31 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે.

15 ઓગસ્ટ પછી જ મધ્યપ્રદેશમાં વરસાદની શક્યતા

બીજી તરફ જો મધ્યપ્રદેશના હવામાનની વાત કરીએ તો ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં રાજ્યના પૂર્વ અને પશ્ચિમ ભાગોમાં ભારે વરસાદ પડ્યો હતો. નરસિંહપુર, સિવની, જબલપુર સહિત પૂર્વ ભાગમાં મોટાભાગના જિલ્લાઓમાં સતત 3-4 દિવસથી ભારે વરસાદ પડ્યો હતો, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી મધ્યપ્રદેશના મોટાભાગના વિસ્તારોમાં આકાશ સ્વચ્છ છે. આખા અઠવાડિયા માટે સમાન હવામાનની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ મધ્યપ્રદેશમાં 15 ઓગસ્ટ પછી જ વરસાદની સંભાવના છે. આગામી કેટલાક દિવસો સુધી રાજ્યમાં સામાન્ય તાપમાનમાં વધારો થવાની સંભાવના છે, જેના કારણે રાજ્યમાં ગરમી અને ભેજનું પ્રમાણ વધી શકે છે.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ