એક ઈન્ટરવ્યુમાં બોની કપૂરે ખોલ્યા સ્વર્ગસ્થ પત્ની શ્રીદેવીના અનેક રાઝ

2
132

વર્ષ 2018માં લોકપ્રિય અભિનેત્રી શ્રીદેવી ના આકસ્મિક અવસાનથી સમગ્ર દેશને આઘાત લાગ્યો હતો. શ્રીદેવી ને આજે પણ ભારતીય ફિલ્મ ઈતિહાસની મહિલા સુપરસ્ટાર તરીકે યાદ કરવામાં આવે છે. 54 વર્ષની વયે શ્રીદેવી નું 24 ફેબ્રુઆરી 2018ના રોજ દુબઈમાં અવસાન થયું હતું. તેમના પતિ-ફિલ્મ નિર્માતા બોની કપૂર જેમણે અત્યાર સુધી ક્યારેય તેમની પત્ની શ્રીદેવી ના દુઃખદ અવસાન વિશે વાત કરી ન હતી.., પરંતુ તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં તેમણે પોતાની લાગણીઓ વ્યક્ત કરી હતી.

  • Sridevi Journey
  • images 1
  • 33
  • 1 5
  • 2 5
  • 3 3
  • 4
  • 5
  • 6 3
  • 7 1
  • 8
  • 9
  • 10
  • 11 1
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20

પત્ની શ્રીદેવીની તબિયત અને અવસાન અંગે બોની કપૂરે ખોલ્યા રાઝ :

એક ઇન્ટરવ્યુ દરમિયાન, બોની કપૂરે આખરે શ્રીદેવીના આકસ્મિક અવસાન વિશે ખુલાસો કર્યો અને જણાવ્યું કે કેવી રીતે શ્રીદેવી સખત ડાયટ પ્લાનનું પાલન કરતી હતી. ડાયટ પ્લાનમાં ક્યારેક મીઠું પણ નહતી લેતી. જેના કારણે તે ક્યારેક બેહોશ પણ થઈ જતી. તેણે કહ્યું, તેનું મૃત્યુ કુદરતી મૃત્યુ નહોતું… તેનું આકસ્મિક મૃત્યુ થયું હતું.

8k9lnhrt

બોની કપૂરે વધુમાં કહ્યું કે, આ અંગે મે વાત ન કરવાનો નિર્ણય લીધો હતો કારણ કે જ્યારે મારી તપાસ અને પૂછપરછ કરવામાં આવી રહી હતી, ત્યારે મેં લગભગ 24 કે 48 કલાક સુધી તેના વિશે વાત કરી ન હતી. તપાસમાં સામેલ અધિકારીઓ કહ્યું કે, ભારતીય મીડિયાનું ઘણું દબાણ હોવાથી તેઓએ આવું કરવું પડ્યું. અંતે એવું બહાર આવ્યું કે શ્રીદેવીના મૃત્યુમાં કોઈની સંડોવણી નથી. મારા તમામ પ્રકારના ટેસ્ટ કરાવ્યા આવ્યા. તેમાં લાઈવ ડિટેક્ટરનો પણ સમાવેશ થાય છે. આખરે જે રિપોર્ટ આવ્યો તેમાં સ્પષ્ટ થયું કે આ મૃત્યુમાં કોઈની કોઈ ભૂમિકા નથી. તેમનુ એક આકસ્મિક મૃત્યુ જ થયું છે.

3 4

બોની કપૂરે શ્રીદેવીની આદતો વિશે વાત કરતા કહ્યું, “તે ઘણીવાર ભૂખી રહેતી હતી. તેણી સારી દેખાવા માંગતી હતી. તે હંમેશા ફિટ રહેવા માંગતી હતી, જેથી તે સ્ક્રીન પર પણ સારી દેખાઈ શકે. અમે સાથે હતા ત્યારથી તે ઘણી વખત બેહોશ થઈ જતી હતી. ડૉક્ટર કહેતા રહ્યા કે તેમને લો બ્લડ પ્રેશરની સમસ્યા છે.”

rest peace sridevi 110

બોની કપૂરે કહ્યું કે, ડોકટરે શ્રીદેવીને ઓછા મીઠાવાળા ખોરાક ખાવાની સલાહ આપી હતી, છતાં શ્રીદેવી મીઠા વગરનો ખોરાક લેતી હતી જેના કારણે તે અનેકવાર ચક્કર ખાઈને પડી જતી હતી. તેણી મૃત્યુ સમયે પણ નો-સોલ્ટ(મીઠા વગર)ના ખોરાકના રૂટીનનું પાલન કરતી હતી.

1st

શ્રીદેવીના સ્વાસ્થ્ય વિશે વાત કરતા બોનીએ વધુમાં કહ્યું કે, તે ક્રશ ડાયટથી પ્રભાવિત હતી. બોની કપૂરે કહ્યું કે તેના ફેમિલી ડોક્ટર હંમેશા શ્રીદેવીને કડક ડાયટ ફોલો ન કરવાની સલાહ આપતા હતા. તે ઘણી વાર ભૂખી રહેતી હતી; તેણી સારી દેખાવા માંગતી હતી.

This Is Sridevis Last Pic 1
This Is Sridevi’s Last photo

બોની કપૂરે ઈંગ્લિશ વિંગ્લિશ ફિલ્મનો ઉલ્લેખ કરતા કહ્યું કે, તેણી એ વાતનું ધ્યાન રાખતી હતી કે તે સુડોળ અને સારા આકારમાં દેખાય, જેથી તે સ્ક્રીન પર સુંદર દેખાય. શ્રીદેવીએ તેનું વજન અગાઉ કરતા 46-47 કિલો કરી દીધી હતું. તેમણે ઈંગ્લિશ વિંગ્લિશ જેવી ફિલ્મોનું ઉદાહરણ આપ્યું. તેણે કહ્યું કે શ્રીદેવી મીઠું ખાવાનું ટાળતી હતી. જેની સીધી અસર તેના સ્વાસ્થ્ય પર પડતી હતી.

મનોરંજન અને બોલીવૂડને લગતા વધુ સમાચાર માટે – ક્લિક કરો અહી –

પ્રેગ્નન્સીના સમાચાર વચ્ચે આ લૂકમાં જોવા મળી અનુષ્કા, પાપારાઝીને ફોટો લેવાની પાડી ‘ના’

ઇન્સ્ટાગ્રામમાં અવનીત કૌર સાથે વાત કરતા દીકરાને માતાએ થપ્પડ મારી, યુઝર્સ લઇ રહ્યા છે મજા

આખરે 22 ડિસેમ્બરે પ્રભાસની ‘સાલાર’ અને SRKની ‘ડંકી’  સિનેમાઘરોમાં અથડાશે

અનુષ્કા ના ઘરે ફરી પારણું બંધાશે : વિરાટ કોહલી બીજા બાળકનું સ્વાગત કરશે

એનિમલ ટીઝર છવાયું સોશિયલ મીડિયા પર : પ્રથમ ઝલક જોઈ પ્રભાસે કર્યા વખાણ

2 COMMENTS

Comments are closed.