“ન્યાયની અપેક્ષા રાખો, બદલો લેવાની નહીં”: સુપ્રીમ કોર્ટ નો EDને કડક ઠપકો

0
350

મની લોન્ડરિંગના કેસમાં બે લોકોની ધરપકડને રદ કરતી વખતે, સુપ્રીમ કોર્ટ એ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ પર કડક ફટકાર લગાવતા કહું કે, તપાસ એજન્સી બદલો લેવાની ભાવનાથી કાર્યવાહી કરી શકે નહિ. સુપ્રીમ કોર્ટ એ વધુમાં કહ્યું, તપાસ એજન્સીએ ઉચ્ચ સ્તરની નિષ્પક્ષતા સાથે કામ કરતી જોવા મળવી જોઈએ. સુપ્રીમ કોર્ટ એમની લોન્ડરિંગ કેસમાં ગુરુગ્રામ સ્થિત રિયલ્ટી ગ્રૂપ M3Mના ડિરેક્ટર બસંત બંસલ અને પંકજ બંસલની ધરપકડને રદ્દ કરતા આ ટીપ્પણી કરી હતી.

m3m india chairman basant bansal and director
BASANT BANSAL & PANKAJ BANSAL (M3M Group – Commercial – M3M Real Estate)

બંસલે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના એ ચુકાદા અંગે સુપ્રીમ કોર્ટના દરવાજે પહોચ્યા હતા જેમાં તેઓની ધરપકડને પડકારતી અરજી ફગાવી દેવામાં આવી હતી.

“EDની દરેક કાર્યવાહી પારદર્શી, નિષ્પક્ષ અને કાર્યવાહીમાં નિષ્પક્ષતાના વર્ષો જૂના ધોરણો અનુસાર થવાની અપેક્ષા છે.” : સુપ્રીમ કોર્ટ

“આ કેસમાં, તથ્યો દર્શાવે છે કે તપાસ એજન્સી તેના કાર્યો અને તેની શક્તિઓનો ઉપયોગ કરવામાં નિષ્ફળ રહી છે.” : સુપ્રીમ કોર્ટે ટીપ્પણી કરતા કહ્યું

“ઇડી દ્વારા તેના વર્તનમાં ‘બદલો લેવાની ભાવનાની’  અપેક્ષા ના રાખી શકાય.” :સુપ્રીમ કોર્ટ નો EDને કડક ઠપકો

કોર્ટે કહ્યું કે, પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબ આપવામાં આરોપીની નિષ્ફળતા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ધરપકડ માટે પૂરતું કારણ હોઈ શકે નહીં. EDએ ખાસ એવું માનવા માટેનું કારણ અને પુરાવા શોધવા જોઈએ કે આરોપી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળના ગુના માટે દોષિત છે.

m3m 1685979292

“સમન્સના જવાબમાં માત્ર અસહયોગ કરવો એ કોઈની ધરપકડ કરવા માટે પૂરતું કારણ નથી.” : સુપ્રીમ કોર્ટ

ઉલ્લેખનીય છે કે, બસંત બંસલ અને પંકજ બંસલની એપ્રિલમાં હરિયાણા પોલીસના એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા ઈડી અને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) કેસમાં ભૂતપૂર્વ વિશેષ ન્યાયાધીશ સુધીર પરમાર, તેમના ભત્રીજા અને ત્રીજા એમ3એમ ગ્રુપ ડિરેક્ટર વિરુદ્ધ નોંધાયેલા મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. ACB કેસ નોંધાયા બાદ પરમારને પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે સસ્પેન્ડ કર્યાં હતા.

દેશ, દુનિયા અને રાજનીતિને લગતા વધુ સમાચાર માટે – ક્લિક કરો અહી –

“હું તમને એક રહસ્ય કહું…”, KCR NDAમાં જોડાવા માંગતા હતા : વડાપ્રધાન મોદી

“સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ ઉંમર સાબિત નથી કરતું” : બળાત્કાર કેસમાં હાઈકોર્ટની ટિપ્પણી

‘સ્વદેશ’ ફિલ્મની અભિનેત્રી ગાયત્રી જોષીનો ઇટાલીમાં અકસ્માત, 2ના મોત

એક ઈન્ટરવ્યુમાં બોની કપૂરે ખોલ્યા સ્વર્ગસ્થ પત્ની શ્રીદેવીના અનેક રાઝ

બંગાળની ખાડી બગાડી શકે છે ભારત-પાક.ની મેચ ; અંબાલાલે ધોધમાર વરસાદની કરી આગાહી  

વર્લ્ડ કપ મેચ જોવા માટે ફિઝિકલ ટિકિટ ફરજિયાત; ફિઝિકલ ટિકિટ નહિ હોય તો..? ‘નો એન્ટ્રી’