કર્ણાટકના શિવમોગ્ગા જિલ્લામાં સાંપ્રદાયિક તણાવ,કલમ 144 લાગુ કરાઈ

0
68
કર્ણાટકના શિવમોગ્ગા જિલ્લામાં સાંપ્રદાયિક તણાવ,કલમ 144 લાગુ કરાઈ
કર્ણાટકના શિવમોગ્ગા જિલ્લામાં સાંપ્રદાયિક તણાવ,કલમ 144 લાગુ કરાઈ

કર્ણાટકના શિવમોગ્ગા જિલ્લામાં સાંપ્રદાયિક તણાવ

હાલ સ્થિતિ નિયંત્રણમાં

કલમ 144 લાગુ કરાઈ

કર્ણાટકના શિવમોગ્ગા જિલ્લામાં સાંપ્રદાયિક તણાવને પગલે વહીવટીતંત્રે રાગી ગુડ્ડા વિસ્તારમાં CrPCની કલમ 144 લાગુ કરી છે. આ સાથે રાગી ગુડ્ડામાં લોકોના એકઠા થવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. કર્ણાટકના શિવમોગામાં એક ધાર્મિક સરઘસ પર પથ્થરમારો કર્યા બાદ હિંસા ફાટી નીકળી હતી. શિવમોગાના એસપી જીકે મિથુન કુમારે કહ્યું કે ‘કેટલાક તોફાની તત્વોએ ઈદ ઉલ મિલાદના જુલુસ પર પથ્થરમારો કર્યો હતો. આ પછી હિંસા ફાટી નીકળી હતી અને ગુસ્સે ભરાયેલા લોકોએ વાહનો અને ઘરોમાં તોડફોડ કરી હતી. વીડિયોના આધારે કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી છે.

શું અફવાથી કોમી તણાવ ફેલાયો હતો?

એસપીએ કહ્યું કે ‘સાવચેતીના પગલા તરીકે કેટલાક વિસ્તારોમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ કરવામાં આવી રહી છે. પરિસ્થિતિ હાલમાં કાબૂમાં છે, જોકે શાંતિ નગર અને રાગી ગુડ્ડા વિસ્તારમાં તણાવ હજુ પણ યથાવત છે. મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે આ સમગ્ર વિવાદ એક અફવાને કારણે થયો છે. હકીકતમાં, એક અફવા ફેલાઈ હતી કે ઈદ ઉલ મિલાદના જુલુસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ લોકોના ટોળાએ ઘણા ઘરો અને વાહનો પર પથ્થરમારો કર્યો હતો. પોલીસે કેટલાક શકમંદોની અટકાયત કરી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસે સ્થાનિક લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે અને સોશિયલ મીડિયા પર અફવાઓ પર ધ્યાન ન આપવા પણ કહ્યું છે.

સીએમ સિદ્ધારમૈયાએ કહ્યું- અમારી સરકાર આ સહન નહીં કરે

શિવમોગામાં સાંપ્રદાયિક તણાવ પર, કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયાએ કહ્યું કે કેટલાક તોફાની તત્વોએ ઈદે  મિલાદના સરઘસ પર પથ્થરમારો કર્યો હતો. પોલીસ પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં 40 લોકોની ધરપકડ કરવામાં આવી છે. અમારી સરકાર આવી ગતિવિધિઓને સહન કરશે નહીં. હાલ સ્થિતિ નિયંત્રણમાં છે.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ