ChhattisgarhCM : વડાપ્રધાન મોદીએ પોતાનું આપેલું વચન પૂરું કર્યું !!      

4
155
#ChhattisgarhCM
#ChhattisgarhCM

 ChhattisgarhCM  : છત્તીસગઢમાં સીએમના નામને લઈને સસ્પેન્સ ખતમ થઇ ચુક્યો છે, આખરે છત્તીસગઢ રાજ્યને પોતાના નવા મુખ્યમંત્રી મળી ચુક્યા છે,   3 ડિસેમ્બરથી ચાલી રહેલ સસ્પેન્સનો આજે અંત આવ્યો છે. ભાજપે છતીસગઢ રાજ્યમાં મુખ્યમંત્રીના નામની જાહેરાત કરી છે. પાર્ટીએ મુખ્યમંત્રી પદ માટે વિષ્ણુદેવ સાય (विष्णु देव) ના નામને મંજૂરી આપી દીધી છે. વિધાનસભ્ય દળની બેઠકમાં તમામ ધારાસભ્યો વિષ્ણુદેવ સાય (विष्णु देव)ના નામ પર સહમત થયા હતા . ખુદ રમણ સિંહે પણ સાંઈને ખુલ્લેઆમ સમર્થન આપ્યું હતું. વિષ્ણુદેવ સાય (VishnuDeoSai)રાજ્યના રાજકારણમાં એક મોટો આદિવાસી ચહેરો છે. તેઓ કુંકુરીના ધારાસભ્ય છે. સાય રાયગઢથી સાંસદ પણ રહી ચૂક્યા છે. (ChhattisgarhCM)  

 #ChhattisgarhCM  : છત્તીસગઢમાં સીએમ તરીકે વિષ્ણુદેવ સાય (VishnuDeoSai) 4 વખત (1999-2014) રાયગઢથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. સાયએ નરેન્દ્ર મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં કેન્દ્રીય મંત્રી તરીકે સેવા આપી હતી. પરંતુ ભાજપે તેમને 2019ની લોકસભા ચૂંટણીમાં મેદાનમાં ઉતાર્યા ન હતા, કારણ કે છત્તીસગઢમાં 2018ની રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં હાર્યા બાદ ભાજપે તેના કોઈપણ વર્તમાન સાંસદોનું પુનરાવર્તન ન કરવાનો નિર્ણય લીધો હતો. આ સાથે વિષ્ણુદેવ સાય રાજ્ય ભાજપના પૂર્વ અધ્યક્ષ પણ છે. જૂન 2020માં ભાજપે પૂર્વ કેન્દ્રીય મંત્રી વિષ્ણુદેવ સાય (VishnuDeoSai) ને છત્તીસગઢના પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા હતા. તેઓ ઓગસ્ટ 2022 સુધી પ્રદેશ ભાજપ અધ્યક્ષ પદ પર રહ્યા.

હવે લોકસભાની જીત સુનિશ્ચિત કરવાની જવાબદારી ChhattisgarhCM સાય પર,

વિષ્ણુદેવ સાય  (VishnuDeoSai) છત્તીસગઢની કુંકુરી વિધાનસભામાંથી આવે છે. રાજ્યમાં આદિવાસી સમુદાયની વસ્તી સૌથી વધુ છે. વિષ્ણુદેવ આ સમુદાયના છે. અજીત જોગી પછી આ સમુદાયમાંથી કોઈ છત્તીસગઢ (ChhattisgarhCM) માં મુખ્યમંત્રી બની શક્યું નથી. આ વખતે ભાજપ આદિવાસી સમુદાયમાંથી આવતા સાય દ્વારા સમગ્ર દેશને સંદેશ આપી રહી છે. તમને જણાવી દઈએ કે છત્તીસગઢમાં લોકસભાની કુલ 11 સીટો છે. હવે લોકસભાની જીત સુનિશ્ચિત કરવાની જવાબદારી સાય (VishnuDeoSai) ની રહેશે. 2019માં ભાજપે છત્તીસગઢમાં ૧૧ માંથી 9 બેઠકો જીતી હતી.

તમે આ પણ વાંચી શકો છો

છત્તીસગઢ ચૂંટણી પરિણામો 2023 : ભૂપેશ બઘેલનું પુનરાગમન નહીં, છત્તીસગઢમાં ભાજપને બહુમતી