ડુંગળી પર નિકાસ ડ્યુટી લાદવાનો ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન

0
154
ડુંગળી પર નિકાસ ડ્યુટી લાદવાનો ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન
ડુંગળી પર નિકાસ ડ્યુટી લાદવાનો ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન

ડુંગળી પર નિકાસ ડ્યુટી લાદવાનો વિરોધ

ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન

નાસિકના લાસલગાંવ માર્કેટમાં નોંધાવ્યો વિરોધ

ડુંગળી પર નિકાસ ડ્યુટી લાદવાનો ઘણો વિરોધ થઈ રહ્યો છે. નાસિક સહિત રાજ્યના અન્ય ભાગોમાં ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા છે અને આંદોલન શરૂ કર્યું છે. તેમને વિપક્ષી દળોનું સમર્થન છે.ત્યારે ગુરૂવારે પણ ખેડૂતોએ  નિકાસ ડ્યુટી લાદવાના વિરોધમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. મહારાષ્ટ્ર નાસિકના લાસલગાંવ માર્કેટમાં ડુંગળીના ઘટતા ભાવ સામે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો.  અને માર્ગો  બ્લોક કરીને વિરોધ પ્રદર્શન કર્યો હતો

 સોમવારે નાસિક-ઔરંગાબાદ હાઈવે પર ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. કાંદાના હાર પહેરાવ્યા અને કેન્દ્રના નિર્ણય વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. દિવંગત શરદ જોશીના શેતકરી સંગઠનના કાર્યકરોએ પણ મનમાડ-યેવલા હાઈવે પર યેલા APMC સામે ‘રાસ્તા-રોકો’ વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેમાં ડુંગળી પર નિકાસ ડ્યુટી લાદવાના નિર્ણયને પાછો ખેંચવાની માંગણી કરી હતી. અડધા કલાકના પ્રદર્શનને કારણે મુખ્ય માર્ગ પર વાહનોની કતારો લાગી ગઈ હતી.

ખેડૂતોએ જણાવ્યું હતું કે તેઓ પહેલેથી જ કુદરતી આફતોથી પરેશાન છે અને નિકાસ ડ્યુટી લાદવાના નિર્ણયથી ઉત્પાદનમાંથી સારી કમાણી કરવાની તેમની તકો વધુ ઘટશે. દિવસની શરૂઆતમાં, વેપારીઓએ જિલ્લાની તમામ કૃષિ ઉત્પાદન બજાર સમિતિઓ (APMCs) માં ડુંગળીની હરાજી અનિશ્ચિત સમય માટે બંધ કરવાનો નિર્ણય લીધો હતો. તેમાં લાસલગાંવ મંડીનો પણ સમાવેશ થાય છે, જે ભારતમાં ડુંગળીનું સૌથી મોટું જથ્થાબંધ બજાર છે. આગામી તહેવારોની મોસમને ધ્યાનમાં રાખીને ડુંગળીના ભાવમાં વધારો થવાના સંકેતો વચ્ચે કેન્દ્ર સરકારે 19 ઓગસ્ટે ડુંગળીની નિકાસ પર 40 ટકા ડ્યૂટી લાદી હતી. પ્રથમ વખત ડુંગળી પર નિકાસ ડ્યુટી લાદવામાં આવી છે.

વાંચો અહીં નેપાળમાં માર્ગ અકસ્માત,6 ભારતીય તીર્થયાત્રીઓ સહિત 7 લોકોના મોત