દિલ્હીવાસીઓને આખરે રાહતનો શ્વાસ લીધો

0
54

છેલ્લા સાત વર્ષમાં પ્રથમ વખત વર્ષના પ્રથમ ચાર મહિનામાં દિલ્હીમાં વાયુ પ્રદૂષણ ઘટ્યું

ભારતની રાજધાની દિલ્હીને લઈને કમીશન ફોર એર ક્વાલીટી મેનેજમેન્ટે રાહતરૂપ સમાચાર આપ્યા છે. દિલ્હીમાં જાન્યુઆરી ૨૦૨૩થી લઈને એપ્રિલ ૨૦૨૩ એટલે કે, વર્ષ ૨૦૨૩ના પ્રથમ ચાર મહિના દરમિયાન પીએમ 2.5નું સરેરાશ સ્તર 109 માઈક્રોગ્રામ પ્રતિ ઘન મીટર નોંધાયુ જ્યારે પીએમ 10નું સરેરાશ ઘનત્વ 221 માઈકોગ્રામ પ્રતિ ઘન મીટર નોંધાયું છે. આમ છેલ્લા સાત વર્ષમાં દર વર્ષના પ્રથમ ૪ મહિનાની દ્રષ્ટીએ આ વખતે દિલ્હીની હવામાં પ્રદૂષણમાં ઘટાડો થયો છે.