DelhiAirport : ભ્રષ્ટાચારના ભોગે કેટલા બાંધકામ તૂટશે ? દિલ્હી એરપોર્ટના ટર્મિનલ-1ની છત ધરાસાઈ, 1 નું મોત,6 ઘાયલ   

0
134
DelhiAirport
DelhiAirport

DelhiAirport : એક વર્ષ અગાઉ જ વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ થયેલા દિલ્હી એરપોર્ટના ટર્મિનલમાં આજે મોટી દુર્ઘટના સર્જાઈ હતી,  વરસાદના કારણે દિલ્હી એરપોર્ટ પર આજે સવારે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. એરપોર્ટના ટર્મિનલ-1ની છત તૂટી પડી હતી. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે અને છ લોકો ઘાયલ થયા છે.

4 109

DelhiAirport : રાજધાની દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આજે સવારે એક મોટો અકસ્માત થયો હતો. એરપોર્ટના ટર્મિનલ-1 પર વરસાદના કારણે છત ધરાશાયી થતાં ત્યાં હાજર અનેક કાર દટાઈ ગઈ હતી. અકસ્માતમાં છ લોકો ઘાયલ થયા હતા જયારે એક ડ્રાઈવરના મોતના સમાચાર સામે આવ્યા છે, ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. દિલ્હી એરપોર્ટના ટર્મિનલ 1 પરથી તમામ ફ્લાઈટ્સ સસ્પેન્ડ કરી દેવામાં આવી છે અને ચેક-ઈન કાઉન્ટર બંધ કરી દેવામાં આવ્યા છે.

2 138

ઘટનાની જાણ થતા જ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ IGI એરપોર્ટ પર પહોંચ્યા હતા . નાગરિક ઉડ્ડયન મંત્રીએ કહ્યું કે સંપૂર્ણ તપાસ બાદ જ આવતીકાલથી ટર્મિનલ વન શરૂ કરવામાં આવશે. સરકારે મૃતકોના પરિવારને 20 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. જયારે  ઘાયલો માટે 3 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે.

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રીએ કહ્યું, ‘ભારે વરસાદને કારણે એરપોર્ટની બહારની કેનોપીનો એક ભાગ તૂટી પડ્યો છે. અમે આ દુ:ખદ ઘટનામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ,  અમે તરત જ ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ, ફાયર પ્રોટેક્શન ટીમ અને CISF, NDRFની ટીમો મોકલી આપી છે.

DelhiAirport :  અકસ્માત પર રાજકારણ શરૂ થયું

DelhiAirport : દિલ્હી એરપોર્ટ અકસ્માતને લઈને રાજનીતિ શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસ અને ભાજપે એકબીજા પર પ્રહારો કર્યા છે. એરપોર્ટની છત પડી જવાને લઈને કોંગ્રેસે ભાજપ સરકારને ઘેરી છે. જ્યારે સરકારે પણ વળતો પ્રહાર કર્યો છે અને કહ્યું છે કે તેનું નિર્માણ યુપીએ સરકાર દરમિયાન થયું હતું. નાગરિક ઉડ્ડયન મંત્રીએ કહ્યું કે જ્યાં અકસ્માત થયો હતો તે જગ્યા 2009માં બની હતી.

DelhiAirport : કોંગ્રેસે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા

દિલ્હી એરપોર્ટ પર છત પડવાની ઘટનાને લઈને કોંગ્રેસે શુક્રવારે મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ દુર્ઘટના માટે ભ્રષ્ટાચારને જવાબદાર ગણાવ્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું, ‘મોદી સરકારના છેલ્લા 10 વર્ષમાં પત્તાના ઘર જેવી નબળી ઈન્ફ્રાસ્ટ્રક્ચરના પતન માટે ભ્રષ્ટાચાર અને ગુનાહિત બેદરકારી જવાબદાર છે.

પ્રિયંકા ગાંધીએ સોશિયલ મીડિયા પર લખ્યું, ‘માર્ચમાં વડા પ્રધાને દિલ્હી એરપોર્ટ ટર્મિનલ-1નું ઉદ્ઘાટન કર્યું હતું, આજે તેની છત તૂટી પડતાં એક કેબ ડ્રાઇવરનું દુઃખદ મૃત્યુ થયું હતું. ત્રણ મહિના પહેલા વડાપ્રધાન દ્વારા ઉદ્ઘાટન કરાયેલ જબલપુર એરપોર્ટની છત પણ પડી ગઈ હતી. અયોધ્યામાં નિર્માણ કાર્યની ખરાબ હાલતથી સમગ્ર દેશ દુઃખી છે. આ ભાજપનું “ડોનેશન લો અને બિઝનેસ કરો”નું ભ્રષ્ટ મોડલ છે જે હવે ખુલ્લું પડી ગયું છે. સવાલ એ છે કે શું વડાપ્રધાન આ નબળા બાંધકામો અને આ ભ્રષ્ટ મોડલની જવાબદારી લેશે?

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો