મહિલા આયોગે રશ્મિકા ડીપ ફેક (deepfake) વીડિયો પર પોલીસ પાસેથી રિપોર્ટ માંગ્યો

0
86
deepfake
deepfake

Rashmika Mandanna Deepfake Video : દિલ્હી પોલીસે રશ્મિકા મંદન્ના  ના ડીપફેક વીડિયો બનાવવા માટે કેસ નોંધ્યો છે અને મામલાની તપાસ કરી રહી છે. દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે, દિલ્હી મહિલા આયોગ તરફથી એક ફરિયાદ મળી હતી, જેમાં આયોગ દ્વારા ભારતીય અભિનેત્રી રશ્મિકા મંદન્ના  (Rashmika Mandanna)ના ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વ્યાપકપણે પ્રસારિત થયેલા ખોટા નકલી વીડિયો (deep fake video) અંગે આયોગ દ્વારા સુઓ મોટુ સંજ્ઞાન લેવામાં આવ્યું હતું. આયોગે ચિંતા વ્યક્ત કરી છે અને આ સંદર્ભે લેવાયેલી કાનૂની કાર્યવાહી અંગે અહેવાલ રજૂ કરવા વિનંતી કરી છે.

deepfake
Rashmika Mandanna Deepfake Video

આઈપીસીની કલમ 465 અને 469 અને આઈટી એક્ટ, 2000ની કલમ 66C અને 66E હેઠળ પીએસ સ્પેશિયલ સેલમાં કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. ડીસીપી/આઈએફએસઓએ કહ્યું કે, અમે ટેક્નિકલ વિશ્લેષણ કરી રહ્યા છીએ અને આરોપીઓની ઓળખ કરવા માટે મેટા અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી વિગતો મેળવી રહ્યા છીએ. હજુ સુધી કોઈ આરોપીની ધરપકડ/ અટકાયત કરવામાં આવી નથી. અમે આરોપીઓને પકડવાના તમામ પ્રયાસો કરી રહ્યા છીએ.

deepfake3
Deep fake

દિલ્હી પોલીસે (Delhi Police) સોશિયલ મીડિયા કંપની મેટા (META) ને તે એકાઉન્ટનું URL આપવા માટે પત્ર લખ્યો છે, જ્યાંથી અભિનેત્રી રશ્મિકા મંદન્નાના ‘ડીપ ફેક’ વીડિયો (Rashmika Mandanna Deepfake Video)  શેર કરવામાં આવ્યો હતો. પોલીસે ઘટનાના સંબંધમાં FIR નોંધ્યાના એક દિવસ બાદ આ એક્શન લીધું છે.

દિલ્હી પોલીસે ડીપફેક વીડિયો (deepfake video) કેસમાં FIR નોંધી

આ કિસ્સામાં, દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના ‘ઈન્ટેલિજન્સ ફ્યુઝન એન્ડ સ્ટ્રેટેજિક ઓપરેશન્સ યુનિટ’એ ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 465 (બનાવટી) અને 469 (પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાના ઈરાદાથી) નોંધી છે. ટેકનોલોજી (IT) એક્ટ. કલમ 66C અને 66E હેઠળ એફઆઈઆર (FIR) નોંધવામાં આવી હતી. આ અંગે અધિકારીએ કહ્યું, ‘મામલાનો ઉકેલ લાવવા માટે અધિકારીઓની ટીમ બનાવવામાં આવી છે. અમને આશા છે કે આ મામલો જલ્દી ઉકેલાઈ જશે.


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.