અફસોસ પાકિસ્તાન પર અમારો અધિકાર નથી-દિલ્હી પોલીસ

0
187

પાકિસ્તાનની અભિનેત્રીને દિલ્હી પોલીસે જવાબ આપ્યો

પાકિસ્તાની અભિનેત્રી સહર શીનવારીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા ટ્વિટર પર ઓનલાઈન link માંગી

લખ્યું કે અત્યારે હાલ અમારા દેશમાં ભારે અરાજકતા છે અને મારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય ગુપ્તચર સંસ્થા ROW વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જો ભારતીય ન્યાય તંત્ર સ્વતંત્ર છે તો મને મારી ફરિયાદનો ન્યાય આપશે.

પાકિસ્તાનમાં અત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની ધરપકડથી હિંસા અને તોફાનો ફાતિમ નીકળ્યા છે તેના પાછળ ભારતીય ગુપ્તચર સંસ્થા ROW અને PM મોદી જવાબદાર છે તેવું આ અભિનેત્રી માને છે .

ત્યારબાદ દિલ્હી પોલીસે જોરદાર જવાબ આપ્યો અને રી-ટ્વિટ કરીને કહ્યું કે ” અમને અફસોસ છે કે પાકિસ્તાન પર હજુ અમારો અધિકાર નથી અને અમારા કાર્યક્ષેત્રમાં નથી આવતું.

અમે જાણવા માંગીએ છીએ કે તમારા દેશમાં અત્યારે ભારે ગૃહયુદ્ધ જેવી પરિસ્થિતિ છે ત્યારે ઇન્ટરનેટ બંધ છે તો તમે કેવી રીતે ટ્વિટ કરી રહ્યા છો.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ