Delhi Police :દિલ્લી પોલીસનું મોટુ ઓપરેશન આંતરરાષ્ટ્રીય હથિયાર સપ્લાય ચેઇન તોડી, 4 હથિયાર તસ્કરો પકડાયા.#DelhiArmsRacket, #InternationalArmsSmuggling

0
110
Delhi Police
Delhi Police

Delhi Police  :દિલ્લી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતા એક મોટા હથિયાર તસ્કરી રેકેટનો પર્દાફાશ કરતાં સુરક્ષા એજન્સીઓમાં ખળભળાટ મચાવ્યો છે. પોલીસે આ ગેંગ સાથે જોડાયેલા ચાર આરોપીઓને દિલ્હીમાંથી ઝડપ્યા છે, જે પાકિસ્તાનથી ડ્રોન મારફતે આવતા અત્યાધુનિક હથિયારોને ભારતના કુખ્યાત ગેંગસ્ટરો સુધી પહોંચાડવાના કાર્યમાં સંકળાયેલા હતા.

Delhi Police

Delhi Police  :ઓપરેશન કેવી રીતે પાર પડ્યું?

ક્રાઈમ બ્રાન્ચને મળેલી ગુપ્ત બાતમી મુજબ, કેટલાક તસ્કરો દિલ્હી વિસ્તારમાં મોટી ખેપ લાવવામાં સક્રિય હતા. આ માહિતીના આધારે રોહિણી સેક્ટર-17 નજીક ટ્રેપ ગોઠવવામાં આવ્યો હતો. કાર્યવાહી દરમિયાન ચારેય આરોપીઓને પકડી પાડવામાં આવ્યા. બધા આરોપીઓ પંજાબ અને ઉત્તર પ્રદેશના રહેવાસી છે અને લાંબા સમયથી હથિયાર તસ્કરીમાં સક્રિય હોવાનું બહાર આવ્યું છે.

Delhi Police : પાકિસ્તાનથી હથિયારોનો માર્ગ અને ટાર્ગેટ ગેંગ

પ્રાથમિક તપાસ મુજબ, આ હથિયારોની ખેપ પાકિસ્તાનથી ડ્રોન મારફતે પંજાબની સરહદમાં મોકલવામાં આવી હતી. પંજાબમાં સ્થાનિક નેટવર્ક દ્વારા તેને એકત્રિત કરીને દિલ્હી લાવવામાં આવ્યા હતા. આ હથિયારો લોરેન્સ બિશ્નોઈ, બંબીહા, ગોગી અને હિमेंશુ ભાઉ ગેંગ સુધી પહોંચાડવાની તૈયારી હતી. જપ્ત કરેલી ખેપમાં તુર્કી અને ચીનમાં બનેલા અત્યાધુનિક પિસ્ટલ, મેગેઝીન અને કાર્ટ્રિજનો સમાવેશ થાય છે.

Screenshot 2025 11 22 163853

Delhi Police  :વિદેશી હથિયારો સાથે ગેંગવોરની તૈયારી?

પોલીસનું માનવું છે કે દિલ્હી–NCRમાં વધતા ગેંગવોરને ધ્યાનમાં રાખીને આ ગેંગો હાઈ-ટેક હથિયારો ખરીદીને પોતાની શક્તિ વધારવા માગતા હતા. આ શસ્ત્રોનો ઉપયોગ ટાર્ગેટ કિલિંગ અને ગેંગ રાઈવલરીમાં થવાનો હતો.

પોલીસે નેટવર્ક સક્રિય કર્યું
ક્રાઈમ બ્રાન્ચ હવે આ રેકેટના આંતરરાષ્ટ્રીય કડી સુધી પહોંચવા માટે તપાસને વધુ વેગ આપી રહી છે. પાકિસ્તાન આધારિત હથિયાર સપ્લાયરો, ભારતીય હેન્ડલર અને ફાઇનાન્સરો પર ફોકસ છે. આરોપીઓના મોબાઈલ ડેટા, ડ્રોન રૂટ્સ અને પંજાબ-દિલ્લી નેટવર્કની વિશ્લેષણ કરવામાં આવી રહી છે.

આ કાર્યવાહીથી દેશમાં ચાલતા આંતરરાષ્ટ્રીય હથિયાર રેકેટને મોટો ઝટકો લાગ્યો છે અને આગળ પણ મહત્ત્વના ખુલાસા થવાની શક્યતા છે.

વધુ સમાચાર માટે અહી ક્લિક કરો :

Labour Reform :ભારતમાં લાગુ થયા નવા લેબર કોડ 40 કરોડ શ્રમિકોને મળશે સીધો લાભ.