દિલ્હી લીકર કૌભાંડ : કેજરીવાલ હાજીર હો.. શું થશે 2 નવેમ્બરે ?

1
81
દિલ્હી લીકર કૌભાંડ : કેજરીવાલ હાજીર હો.. શું થશે 2 નવેમ્બરે ?
દિલ્હી લીકર કૌભાંડ : કેજરીવાલ હાજીર હો.. શું થશે 2 નવેમ્બરે ?

દિલ્હી લીકર કૌભાંડ તપાસનો રેલો દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ સુધી પહોંચ્યો છે. ED એ દિલ્હીના લીકર કૌભાંડમાં CM અરવિંદ કેજરીવાલને નોટીસ મોકલી છે. 2 નવેમ્બરે પૂછપરછ માટે નોટીસ મોકલવામાં આવી છે. આ સમાચાર મળતા જ દિલ્હી સહિત દેશના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ED એ અરવિંદ કેજરીવાલને વધુ પૂછપરછ માટે બોલાવ્યા છે . આમ આદમી પાર્ટીના કાર્યકરો સહિત વિપક્ષના નેતાઓ વિરોધ પણ કરી રહ્યા છે. અપને જણાવી દઈએ કે દિલ્હી લીકર કૌભાંડમાં દિલ્હીના પૂર્વ CM અને આપ નેતા મનીષ સિસોદિયાની જામીન અરજી સુપ્રીમ કોર્ટે ગઈકાલે સોમવારે ફગાવી દીધી છે. આ ઉપરાંત આપ નેતા સંજય સિંહ પણ આ મામલે જ્યુડીશીયલ કસ્ટડીમાં છે.

દિલ્હી લીકર કૌભાંડમાં EDએ દાખલ કરેલા કેસની ચાર્જશીટમાં અરવિંદ કેજરીવાલના નામનો ઘણી વાર ઉલ્લેખ છે . અને આરોપીઓએ દિલ્હી એક્સાઈઝ પોલીસી 2021-22ની રચના અને અમલીકરણ અંગે આમ આદમી પાર્ટીના નેતાના સંપર્કમાં હતા. ત્યાર બાદ આ એક્સાઈઝ પોલીસી રદ કરવામાં આવી હતી. આ પહેલા સી.બી.આઈ.એ એપ્રિલ મહિનામાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે બોલાવ્યા હતા. આપને જણાવી દઈએ કે અત્યાર સુધીના આમ આદમી પાર્ટીના ત્રણ નેતાઓ જેલમાં જઈ ચુક્યા છે. જેમાં દિલ્હીના ડેપ્યુટી CM મનીષ સિસોદિયા , નેતા સંજય સિંહ હાલ જેલમાં બંધ છે અને સત્ય્રેન્દ્ર જૈન જમીન ઉપર બહાર છે.

દિલ્હી લીકર કૌભાંડમાં 15 મહિનાની તપાસ દરમિયાન શું થયું તે જાણીએ

દિલ્હી લીકર કૌભાંડમાં દિલ્હીની સત્તાધારી પાર્ટી આપ સાથે જોડાયેલા ત્રીજા મોટા નેતાની દોઢ વર્ષમાં ધરપકડ થતાજ રાજકીય વાતાવરણ ગરમાયું હતું ત્યારે હવે દિલ્હીના મુખ્યમંત્રીને નોટીસ ED દ્વારા મોકલવામાં આવતા હવે 2 નવેમ્બરે શું થશે તેની અટકળોની ચર્ચા થઇ રહી છે. તમામ વિપક્ષી નેતાઓ તરફથી હાલ અલગ અલગ નિવેદનો પણ આવી રહ્યા છે ત્યારે દિલ્હી સરકારના મંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજનું નિવેદન સામે આવ્યું છે. તેમને પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકાર આમ આદમી પાર્ટીને ખતમ કરવાના કાવતરા રચી રહી છે. અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કેન્દ્રની ભાજપ સરકાર જેલમાં મોકલવાનું વિચારી રહી છે . હવે સમય આવી ગયો છે. કેન્દ્ર સરકાર ફર્જી કેસ બનાવે છે અને અમારી પાર્ટીના નેતાઓને ફસાવી રહી છે.

1 COMMENT

Comments are closed.