દિલ્હી લીકર કેસઃ મનીષ સિસોદિયાના જામીન પર સુપ્રીમ કોર્ટ 30 ઓક્ટોબરે ચુકાદો આપશે

1
75
सिसोदिया
सिसोदिया

Delhi liquor scam case : દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટ 30 ઓક્ટોબરે પોતાનો ચુકાદો આપશે. આ કેસમાં જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ એસવીએન ભાટીની બેન્ચ ચુકાદો આપશે. 17 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટે મનીષ સિસોદિયાના જામીન પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. દારૂ કૌભાંડ કેસ (Delhi liquor scam case)માં સિસોદિયા તરફથી હાજર રહેલા વકીલ અભિષેક મનુ સિંઘવીએ કોર્ટમાં કહ્યું હતું કે, સિસોદિયા સાથે સીધો સંબંધ ધરાવતા કોઈ પુરાવા નથી. તમામ પુરાવા દસ્તાવેજી પ્રકારના છે.

2 78
ED had opposed Sisodia’s bail saying that it could affect the case.

આ સાથે સિંઘવીએ કોર્ટમાં કહ્યું હતું કે સિસોદિયાને જેલના સળિયા પાછળ રાખવાની જરૂર નથી. તેણે એમ પણ કહ્યું કે તેમના ફરાર થઈ જવાનો કોઈ ખતરો નથી.

આ કિસ્સામાં, EDનો આરોપ છે કે નવી દારૂની નવી નીતિ છેતરવા માટે જ બનાવવામાં આવી હતી, જ્યારે આમ આદમી પાર્ટીની નવી નીતિ સમિતિઓ દ્વારા વિચાર-વિમર્શ કર્યા પછી પારદર્શક રીતે બનાવવામાં આવી હતી અને તેને તત્કાલિન એલજી દ્વારા મંજૂરી આપવામાં આવી હતી.

4 25

જો કે, EDએ મનીષ સિસોદિયાના જામીનનો વિરોધ કરતા કહ્યું હતું કે મનીષ સિસોદિયા પ્રભાવશાળી વ્યક્તિ છે અને જો તેને જામીન આપવામાં આવે તો તેની અસર કેસ પર પડી શકે છે.

1 COMMENT

Comments are closed.