ફરી નામ બદલવામાં આવ્યું!

1
69

નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઈબ્રેરીનું નામ બદલીને પીએમ મ્યુઝિયમ એન્ડ લાઈબ્રેરી રાખવામાં આવ્યું

કેન્દ્ર સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઈબ્રેરી સોસાયટીની ખાસ બેઠકમાં નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઈબ્રેરીનું નામ બદલીને વડાપ્રધાન મ્યુઝિયમ એન્ડ લાઈબ્રેરી સોસાયટી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેથી હવે નવી દિલ્હીમાં સ્થિત નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ અને લાઇબ્રેરી હવે પ્રાઇમ મિનિસ્ટર મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરી તરીકે ઓળખાશે. એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મુજબ, સંસ્થાનું નવું નામ સ્વતંત્ર ભારતમાં લોકશાહીની સામૂહિક યાત્રા અને રાષ્ટ્રનિર્માણમાં દરેક વડાપ્રધાનના યોગદાનને દર્શાવે છે.

21 એપ્રિલ 2022ના રોજ મૂકવામાં આવ્યું હતું ખૂલ્લૂ

વર્ષ 2016માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તીન મૂર્તિ સંકુલમાં ભારતના તમામ વડાપ્રધાનોને સમર્પિત એક સંગ્રહાલય સ્થાપિત કરવાનો વિચાર રજૂ કર્યો હતો. નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઈબ્રેરી સોસાયટીની કારોબારી પરિષદ દ્વારા 25 નવેમ્બર 2016ના રોજ તેને મંજૂરી આપવામાં આવી હતી. પીએમ મ્યુઝિયમ 21 એપ્રિલ 2022ના રોજ લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.

કેન્દ્ર સરકારના નિર્ણય પર કોંગ્રેસ લાલઘૂમ

કેન્દ્ર સરકારના આ નિર્ણય પર કોંગ્રેસ લાલઘૂમ થઇ ગઈ છે કે, કોંગ્રેસના દિગ્ગજ નેતા જયરામ રમેશે આ અંગે કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું છે કે, “આ મોદી સરકારની બદલો લેવાની ભાવના અને સંકુચિત માનસિકતાનું પરિણામ છે. સંકુચિત માનસિકતા અને બદલો લેવાનું બીજું નામ મોદી છે.” વધુ સમાચાર માટે જોતા રહો વી.આર લાઈવ

1 COMMENT

Comments are closed.