Delhi Air Pollution News: દિલ્હીમાં AQI 500 પાર, ઝેરી હવામાં શ્વાસ લેવો મુશ્કેલ, વિઝિબિલિટી શૂન્ય

0
115
dilli
dilli

Delhi Air Pollution News: રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ભયાનક વાયુ પ્રદૂષણ અને ગાઢ ધુમ્મસના કબજામાં આવી ગઈ છે. સોમવારે સવારે દિલ્હીના અનેક વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 500 સુધી પહોંચી ગયો હતો, જેને કારણે સ્થિતિ અત્યંત ગંભીર બની છે. ITO સહિતના વિસ્તારોમાં વિઝિબિલિટી લગભગ શૂન્ય નોંધાઈ છે, જેના કારણે જનજીવન અને વાહન વ્યવહાર પર ભારે અસર પડી છે.

Delhi Air Pollution News

Delhi Air Pollution News: ‘ગેસ ચેમ્બર’ બની દિલ્હી

ઠંડી વધતા જ દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર ભયાનક રીતે વધી રહ્યું છે. સોમવારે સવારે 6 વાગ્યે દિલ્હીનો સરેરાશ AQI 456 નોંધાયો હતો, જે ‘ખૂબ ગંભીર’ શ્રેણીમાં આવે છે. અશોક વિહાર, રોહિણી, જહાંગીરપુરી અને વજીરપુર જેવા વિસ્તારોમાં AQI 500 સુધી પહોંચ્યો છે. ઓછી પવન ગતિ અને સ્થિર હવામાનને કારણે દિલ્હી હાલ ‘ગેસ ચેમ્બર’ સમાન બની ગઈ છે.

આનંદ વિહારમાં AQI 493, વિવેક બિહારમાં 493, નેહરુ નગરમાં 489, જ્યારે ઓખલા અને આર.કે. પુરમમાં AQI 483 નોંધાયો છે.

Severe Air Pollution in Delhi: લોકો માટે શ્વાસ લેવો મુશ્કેલ

ગંભીર વાયુ પ્રદૂષણને કારણે ખુલ્લી હવામાં શ્વાસ લેવો પણ મુશ્કેલ બન્યો છે. આંખોમાં બળતરા, ગળામાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ અને માથાનો દુખાવો જેવી ફરિયાદો વધી રહી છે. સ્થિતિ એટલી ખરાબ છે કે ઘરોની અંદર પણ ઝેરી હવાની અસર અનુભવાઈ રહી છે.

Delhi Air Pollution News

Delhi Smog Alert: ધુમ્મસ અને સ્મોગનો ડબલ એટેક

દિલ્હીવાસીઓ ગાઢ ધુમ્મસ અને સ્મોગના બેવડા હુમલાનો સામનો કરી રહ્યા છે. આજે સવારે 3 મીટર દૂરનું પણ કંઈ સ્પષ્ટ દેખાતું નહોતું, જેના કારણે રસ્તાઓ પર વાહનો ધીમી ગતિએ ચાલતા જોવા મળ્યા હતા. રવિવારે દિલ્હીના 39માંથી 38 વાયુ ગુણવત્તા મોનિટરિંગ સ્ટેશન પર પ્રદૂષણનું સ્તર ‘ગંભીર’ નોંધાયું હતું.

એક દિવસ પહેલાં AQI 432 હતો, જે વધીને હાલ રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે. એપ્રિલ 2015માં AQI મોનિટરિંગ સિસ્ટમ શરૂ થયા બાદનું આ સૌથી ઊંચું સ્તર માનવામાં આવી રહ્યું છે.

GRAP-4 Despite Air Pollution: સ્થિતિ કાબૂ બહાર

દિલ્હીમાં GRAP-4 (Graded Response Action Plan) લાગુ હોવા છતાં પ્રદૂષણની સ્થિતિ કાબૂમાં આવી રહી નથી. વાહન નિયંત્રણ, બાંધકામ પર પ્રતિબંધ અને અન્ય પગલાં છતાં હવામાં સુધારાના કોઈ સંકેત નથી.

Delhi Air Pollution News

બહાર વોક કરવાનું ટાળો

આરોગ્ય નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે AQI 300થી ઉપર રહે ત્યારે ખાસ સાવચેતી રાખવી જરૂરી છે. ખાસ કરીને સવારના સમયે બહાર વોક કે કસરત કરવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર PM2.5 જેવા સૂક્ષ્મ કણો ફેફસાંમાં ઊંડે સુધી પ્રવેશી ગંભીર સ્વાસ્થ્ય જોખમ ઊભું કરી શકે છે. જરૂરી હોય ત્યારે જ બહાર નીકળવા, પૂરતું પાણી પીવા અને મોસમી ફળોનું સેવન કરવાની સલાહ આપવામાં આવી છે.

આ પણ વાંચો :Football Meets Cricket: વાનખેડેમાં ઈતિહાસ સર્જાયો: લિયોનેલ મેસીનું ભવ્ય સ્વાગત, સચિન–સુનિલ સાથે યાદગાર મુલાકાત