Singham  : સિંઘમ અગેઇનમાં દીપિકા પાદુકોણનો નવો અંદાઝ, પોલીસ અવતારમાં શક્તિ શેટ્ટી…

0
275
#SinghamAgain
#SinghamAgain

Deepika Padukone Singham Again First Look : લોકો નવલી નવરાત્રિ 2023 નો પહેલો દિવસ ઉજવી રહ્યો છે. તે જ સમયે, દીપિકા પાદુકોણે પણ તેના ચાહકોને આગામી એક્શન ફિલ્મ સિંઘમ અગેઇન (Singham Again) માં તેના લુકની ઝલક બતાવીને તેના ચાહકોની ઉજવણી બમણી કરી દીધી છે, જેનું પોસ્ટર જોઈને પતિ રણવીર સિંહે ટિપ્પણી કરી. તે જ સમયે, ચાહકો ફાયર (આગ) અને હાર્ટ (દિલ) ઇમોજીસ પણ શેર કરતા જોવા મળે છે.

3 30

થોડા સમય પહેલા દીપિકા પાદુકોણે એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર બે તસવીરો શેર કરી હતી, જેમાં પોલીસનો યુનિફોર્મ પહેરેલી દીપિકા પાદુકોણ ગુનેગારના મોંમાં બંદૂક રાખેલી જોવા મળે છે. અભિનેત્રીના ચહેરા પર જબરદસ્ત હાવભાવ જોવા મળ્યા. બેકગ્રાઉન્ડમાં ઘણા લોકો નીચે પડેલા જોવા મળે છે. જ્યારે આગ દેખાઈ રહી છે. બીજા ફોટોમાં દીપિકા પોલીસ યુનિફોર્મમાં બંદૂક સાથે કેમેરા સામે પોઝ આપતી જોવા મળે છે.

આ પોસ્ટ શેર કરતી વખતે, દીપિકા પાદુકોણે કેપ્શનમાં લખ્યું, શક્તિ શેટ્ટીનો પરિચય… સિંઘમ અગેઇન (#SinghamAgain). આ સાથે તેણે રોહિત શેટ્ટી અને ફિલ્મના નિર્માતાને ટેગ કર્યા છે. પોસ્ટ શેર કરતાની સાથે જ અભિનેત્રીના પતિ રણવીર સિંહે કોમેન્ટમાં લખ્યું, “आग लगा दी “અને ઘણી બધી ફાયર ઇમોજીસ શેર કરી. આ દરમિયાન, દીપિકાના ચાહકોએ કોમેન્ટ બોકસમાં ફાયર અને પાર્ટી ઇમોજીસથી ભરી દીધો છે.

આ સાથે સિંઘમ યુનિવર્સથી જોડાયેલા એક્ટર અજય દેવગન અને અક્ષય કુમારે પણ પોતાના એક્સ (પહેલાનું ટ્વીટર) એકાઉન્ટમાં #DeepikaPadukone, #SinghamAgain પોસ્ટ કરી…. મનોરંજન અને બોલીવૂડના વધુ સમાચાર માટે – અહી કલિક કરો-