ભારતમાં એવી ટેકનોલોજી આવી રહી છે કે તમે સીમકાર્ડ કે ઈન્ટરનેટ વગર મોબાઈલમાં વિડીઓ કે ફિલ્મ જોઈ શકશો !

0
449
D2M
D2M

D2M : મોબાઈલ પર વીડિયો, ફિલ્મ કે ટીવી ચેનલ જોવા માટે સિમ કાર્ડ અને ઈન્ટરનેટની જરુર પડે છે, પરંતુ હવે સિમકાર્ડ અને ઈન્ટરનેટ વગર પણ વીડિયો જોઈ શકાશે. દેશમાં ડાયરેક્ટ ટૂ મોબાઈલ પ્રસારણ ટૂંક સમયમાં જ હકિકત બનવા જઈ રહ્યું છે. જેમાં મોબાઈલ યુઝર્સ સિમ કાર્ડ કે ઈન્ટરનેટ કનેક્શન વગર વીડિયો સ્ટ્રીમ કરી શકશે.

ઈન્ટરનેટ આજના સમયમાં દરેક વ્યક્તિની જરૂરિયાત બની ગઈ છે. હવે ઈન્ટરનેટ વગર 1 દિવસ પણ પસાર કરવો ખૂબ જ મુશ્કેલ છે. રાશન ખરીદવાથી લઈને બેંકિંગ સુધી, લોકો રોજિંદા જરૂરિયાતો માટે ઈન્ટરનેટ પર નિર્ભર બની ગયા છે. આ વચ્ચે એક સમાચાર સામે આવ્યા છે કે ટૂંક સમયમાં જ તમે તમારા સ્માર્ટફોન પર ઈન્ટરનેટ વગર પણ લાઈવ ટીવી અને મૂવીઝ જોઈ શકશો. એટલે લે જે ચેનલોને હાલ તમે ઈન્ટરનેટની મદદથી એક્સેસ કરો છે, તેને તમે ઈન્ટરનેટ વગર જ ફ્રીમાં જોઈ શકશો. એટલે કે તમારે કોઈ સબસ્ક્રિપ્શન લેવાની જરૂર નથી. હવે તમે વિચારી રહ્યા હશો કે આ કેવી રીતે સંભવ છે તો તમને જણાવી દઈએ કે આવું ડાયરેક્ટ-ટુ-મોબાઈલ એટલે કે D2M બ્રોડકાસ્ટિંગ ટેક્નોલોજી દ્વારા શક્ય બનશે.

સૂચના તેમજ પ્રસારણ સચિવ અપૂર્વ ચંદ્રાએ એક સંમેલનમાં જણાવ્યું કે- ડાયરેક્ટ-ટૂ-મોબાઈલ ટેક્નોલોજીનું ટૂંક સમયમાં જ પરક્ષણ થશે. સૌપ્રથમ 19 શહેરોમાં આ પરીક્ષણ કરવામાં આવશે. આ ટેક્નિક માટે 470-582 મેગાહર્ટઝ સ્પેક્ટ્રમ આપવામાં આવશે.  

D2M : ગત વર્ષે શરુ થયો હતો પાયલટ પ્રોજેક્ટ

D2M

ટોટલ ઈન્ટરનેટ ના ઉપયોગમાં સૌથી વધુ ઈન્ટરનેટનો ઉપયોગ વિડીઓ અને મુવી જોવા માટે થાય છે,  આ ટેકનોલોજીથી વીડિયો ટ્રાફિકનો 25થી 30 ટકા ડાયરેક્ટ-ટૂ-મોબાઈલમાં સ્થાળાંતરિત થશે, જેથી 5G નેટવર્કની ભીડ ઓછી થશે, જેનાથી દેશમાં ડિજિટલ બદલાવમાં ગતિ આવશે. ગત વર્ષે આ ટેક્નિકનું પરીક્ષણ કરવા માટે પાયલટ પ્રોજેક્ટ બેંગલુરુ, કર્તવ્ય પથ અને નોયડામાં કરાયો હતો.

દેશમાં 80 કરોડ સ્માર્ટફોન

D2M


આ ટેક્નિક દેશભરમાં લગભગ 8-9 કરોડ ટીવી ડાર્ક ઘરો સુધી પહોંચવામાં મદદ કરશે. દેશના 28 કરોડ ઘરોમાંથી માત્ર 19 કરોડની પાસે ટેલીવિઝન સેટ છે. જયારે દેશમાં 80 કરોડ સ્માર્ટફોન છે જેથી આ ટેકનોલોજીથી દરેક સુધી પહોંચવામાં મદદ થશે.  

શું છે D2M અને તેના ફાયદા ?

D2M

ડી2એમ એટલેકે ડાયરેક્ટ ટૂ મોબાઈલ બ્રોડકાસ્ટિંગ ટેકનોલોજી. આ નવી ઈનોવેટિવ ટેક્નોલોજીને ઈન્ટરનેટની જરૂર નથી. ડી2એમની મદદથી તમે ઇન્ટરનેટ વગર તમારા સ્માર્ટફોન પર વીડિયો જોઈ શકશો. સામાન્ય ભાષામાં સમજીએ તો અગાઉ ચેનલ કેબલ હતી તેને સ્થાને આવ્યું ડાયરેટ ટૂ હોમ એટલેકે DTH. D2M પણ DTH જેવું છે. તેનો મોટો ફાયદો એ થશે કે D2M સાથે એવા અંતરિયાળ કે ઈન્ટરનેટની સુવિધા ન હોય તેવા વિસ્તારોના યુઝર્સ પણ OTT એપ્સ પર વીડિયો જોઈ શકશે.

D2M દેશના દરેક ખૂણે પહોંચશે. D2M રિલીઝ થયા પછી વીડિયો જોવા માટે હાઈ-સ્પીડ ઈન્ટરનેટની જરૂરિયાત ખતમ થઈ જશે, પરંતુ તેની સાથે એક મોટી સમસ્યા એ છે કે હાલમાં બજારમાં ઉપલબ્ધ ફોનમાં તે સપોર્ટ નહિ થાય.

D2M સર્વિસ લોન્ચ થયા બાદ D2M સપોર્ટ સાથેના નવા ફોન પણ લોન્ચ કરવામાં આવશે. D2M સપોર્ટ માટે તમામ મોબાઇલ બ્રાન્ડ્સે તેમના ફોનમાં D2M એન્ટેના આપવાનું રહેશે, જે DTHના સેટઅપ બોક્સની જેમ કામ કરશે. આમ તમે દેશના ગમે તે ખૂણે બેસીને સેટેલાઈટની મદદથી કોઈપણ વીડિયો જોઈ શકશો.

તમે આ પણ વાંચી શકો છો

‘12th Fail’ પછી વિક્રાંત મેસી વધુ એક શાનદાર ફિલ્મમાં જોવા મળશે, આ દિવસે રિલીઝ થશે