Cyclone Remal : કાલે રાત્રે ટકરાશે ‘રેમલ’વાવાઝોડું, આ રાજ્યોમાં પડશે ધોધમાર વરસાદ   

0
590
Cyclone Remal
Cyclone Remal

Cyclone Remal :  બંગાળની ખાડીમાં વાવાઝોડું ત્રાટકી શકે છે. રેમલ વાવાઝોડાએ આ રવિવારે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠે ત્રાટકી શકે છે. આ મહત્વની માહિતી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. ચોમાસાના આગમન પહેલા બંગાળની ખાડીમાં આ પહેલું વાવાઝોડું છે. આ વાવાઝોડાને રેમલ નામ આપવામાં આવ્યું છે.ભારતીય હવામાન વિભાગના વૈજ્ઞાનિક મોનિકા શર્માએ જણાવ્યું હતું કે,  શનિવારે સવારે ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ જશે અને વધુ તીવ્ર બનશે. આ પછી, રવિવાર સાંજ સુધીમાં તે તીવ્ર ચક્રવાત વાવાઝોડા તરીકે બાંગ્લાદેશ અને અડીને આવેલા પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે પહોંચી શકે છે.

Cyclone Remal

Cyclone Remal : બંગાળની ખાડીમાં આજે સાંજે ચક્રવાતી તોફાન રેમલ પહોંચી જશે. પૂર્વ-મધ્ય બંગાળની ખાડી પર ‘ડીપ ડિપ્રેશન’ની રચનાને કારણે જોરદાર પવન ફૂંકાશે. IMD ના રિપોર્ટ મુજબ, રવિવારે મધ્યરાત્રિએ રેમલ ચક્રવાતી તોફાન ભયંકર રૂપ ધારણ કરી શકે છે, જે બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાની વચ્ચેથી પસાર થશે.. IMD એ ભયંકર તોફાનની ચેતવણી આપી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે વાવાઝોડાને કારણે પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સંભાવના છે અને બાંગ્લાદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભૂસ્ખલન પણ થઈ શકે છે.

Cyclone Remal

Cyclone Remal :  ‘રેમલ’ની અન્ય કયા રાજ્યો પર થશે અસર

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં આવેલા આ વાવાઝોડાને કારણે આસપાસના રાજ્યોમાં હવામાન બદલાશે. તેની અસર મુખ્યત્વે બિહાર અને ઓડિશામાં જોવા મળશે. અહીંના લોકોને ગરમીથી રાહત મળશે, કારણ કે તાપમાનમાં ભારે ઘટાડો થવાની સંભાવના છે.

26 મી મેના રોજ મધ્યરાત્રિએ પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે વાવાઝોડાની તીવ્રતાના કારણે ભારે વરસાદની સંભાવના છે. આ સાથે મિઝોરમ, ત્રિપુરા અને દક્ષિણ મણિપુર, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ અને નાગાલેન્ડમાં પણ ભારે વરસાદ પડી શકે છે.

પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે ટકરાયા બાદ ચક્રવાત રેમલ બાંગ્લાદેશના કિનારે પહોંચશે. 110-120 થી 135 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનની ઝડપ સાથેનું તીવ્ર ચક્રવાતી તોફાન બાંગ્લાદેશ અને તેની આસપાસના પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાને પાર કરશે.

Cyclone Remal

Cyclone Remal : વાવાઝોડાનું નામ ‘રેમલ’ કોણે પાડ્યું

વાવાઝોડાને ‘રેમલ’ નામ ઓમાન દ્વારા આપવામાં આવ્યું છે. જેનો અર્થ અરબીમાં ‘રેતી’ થાય છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં આવતા વાવાઝોડાને 13 દેશો દ્વારા નામ આપવામાં આવે છે. આ દેશોના પ્રમાણભૂત નામકરણ સંમેલન દ્વારા રેમલ નામ આપવામાં આવ્યું છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો