ચક્રવાત મિચાઉંગ ટકરાયું તેજ ગતિએ..રમકડાની જેમ ગાડીઓ તણાઈ જુઓ દ્રશ્યો

0
320
ચક્રવાત મિચાઉંગ ટકરાયું તેજ ગતિએ.
ચક્રવાત મિચાઉંગ ટકરાયું તેજ ગતિએ.

ચક્રવાત મિચાઉંગ (CycloneMichaung) ટકરાયું અને તામિલનાડુ દરિયા કાંઠા સહિત દક્ષિણના રાજ્યોમાં ભારે વરસાદ સાથે વાવાઝોડું તબાહી મચાવી રહ્યું છે . મળતી માહિતી પ્રમાણે તામિલનાડુ અને આન્ધ્ર પ્રદેશના દરિયા કાંઠે ચક્રવાત મિચાઉંગ તબાહી મચાવી રહ્યું છે અને ભારે વરસાદને કારણે અનેક શહેર પાણીમાં છે બંગાળની ખાડીમાં ઉદભવેલું ચક્રવાત મિચાઉંગ તામીલનાડુના તટ પર ટકરાયું અને ચેનની શહેર જળમગ્ન થયું છે. ચેન્નીમાં ભારે વરસાદ સાથે પવન ફૂંકાયો છે અને રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ચેન્નીમાં ભારે વરસાદ અને પવને એક મકાનને ધરાશાયી કર્યું છે. અને બે લોકોના મોતના સમાચાર મળી રહ્યા છે.

ચક્રવાત મિચાઉંગ હાલ તમિલનાડુમાં હાહાકાર મચાવીને પોતાની તીવ્ર ગતિએ આગળ વધી રહ્યું છે. અને સાંજ સુધીમાં આન્ધ્રપ્રદેશના તટ તરફ આગળ પ્રયાણ કરશે. તામીલનાડુના અનેક શહેરોમાં અને જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે જન જીવન અસ્તવ્યસ્ત થઇ ચુક્યું છે. હવામાન વિભાગે તમિલનાડુ,પાંડીચેરી અને આન્ધ્ર પ્રદેશના જિલ્લાઓને ચેતવણી આપી છે અને ભારે વરસાદ સાથે પવન ફૂંકાશે તેવી આગાહી કરી છે. ખાનગી કંપનીના કર્મચારીઓને ઘરેથી જ કામ કરવાની સુચના આપવામાં આવી છે.

ચક્રવાત મિચાઉંગ તામિલનાડુના દરિયા કિનારે ટકરાતા જ એરપોર્ટ, રન વે , હાઇવે , અને રહેણાંક મકાનો અને વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને ભારે વરસાદના દ્રશ્યો જે હાલ સામે આવી રહ્યા છે તે જોતા નુકશાનનો અંદાજ હાલ લગાવવો મુશ્કેલ છે. ચેન્નીના તટીય વિસ્તારોમાં ઝડપી પવન તબાહી મચાવી રહ્યો છે. મુશળધાર વરસાદને લીધે શહેરના માર્ગો પર હાલ ગાડીઓની જગ્યાએ હોડી તરતી છે . એનડીઆરએફની ટીમ અને સ્થાનિક તંત્ર બચાવ કાર્યમાં હાલ પહોંચી ચુક્યું છે .

રાજ્યમાં અનેક ફ્લાઈટ રદ કરવામાં આવી છે . દક્ષિણમાં ચક્રવાતી તોફાન મિચાઉંગનીઅસર જોવામળી રહીછે.#CycloneMichaung હાલ દક્ષિણનાદરિયાકાંઠે તોફાન મચાવી રહ્યુંછે.પુડુચેરીના દરિયાકિનારા વિસ્તારમાં કલમ ​​144 લાગુ કરવામાં આવી છે.આદરમિયાન શહેરમાં ચક્રવાતતોફાનનેકારણે ભારે વરસાદ પડી રહ્યો છે .અનેતમામ જગ્યાએ પાણી ભરાવવાના દ્રશ્યોસામે આવી રહ્યા છે

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે મિચાઉંગની અસર 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.આ ઉપરાંત ચેન્નાઈ, કાંચીપુરમ, તિરુવલ્લુર અને ચેંગલપટ્ટુ જિલ્લામાં ભારે વરસાદ અને ભારે પવન ફૂંકાઈ શકે છે.#CycloneMichaung ની અસરને કારણે તમિલનાડુ અને પુડુચેરીમાં બેદિવસ ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે.

બંગાળની દક્ષિણપશ્ચિમ ખાડી પરનું ચક્રવાતી તોફાન મિચાઉંગ #CycloneMichaungછેલ્લા 06 કલાક દરમિયાન 13 કિમી પ્રતિ કલાકની ઝડપેઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપનાકાર્યકર્તાઓને અપીલકરી હતીકે ,દક્ષિણના રાજ્ય સરકારોના સતત સંપર્કમાં છેઅને પૂર્વ કિનારે રાહત અને બચાવ કામગીરી વિશે હું જાણકારી મેળવી રહ્યોછું.પીએમ મોદીએ તમિલનાડુ, પુડુચેરી અને ઓડિશા તેમજ આંધ્રપ્રદેશના ભાજપનાકાર્યકરોને રાહત અને બચાવ કામગીરીમાંવહીવટીતંત્રને મદદ કરવા અપીલ છે