બિપરજોય વાવાઝોડું -દ્વારકામાં 10 નંબરનું સિગ્નલ લગાવાયું

0
148
બિપોરજોય વાવાઝોડું -ગુજરાતના નવ બંદર પર 9 નંબરનું સિગ્નલ લગાવાયું
બિપોરજોય વાવાઝોડું -ગુજરાતના નવ બંદર પર 9 નંબરનું સિગ્નલ લગાવાયું

બિપરજોય વાવાઝોડું રાજ્યના દરિયાકાંઠે પહોંચે તેવી શક્યતાઓ તીવ્ર બની છે. આ અંગે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં પણ આવી છે. સંભવિત બિપરજોય વાવાઝોડુંની આગાહીના પગલે રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ લોકોને સાવચેત કરવામાં આવી રહ્યા છે. દ્વારકા-ઓખા બંદર પર 10 નંબરનું સિગ્નલ લગાવાયું છે. સંભવિત વાવાઝોડાના પગલે કચ્છ સહિતના રાજ્યના નવ બંદર ઉપર ૯ નંબરનું (ગ્રેટ ડેન્જર વોર્નીગ) સિગ્નલ લગાવવામાં આવ્યું છે તેમ બંદર અધિકારી, ગુજરાત મેરીટાઇમ બોર્ડ, દ્વારા જણાવવામાં આવ્યું છે. વાવાઝોડાની આગાહીના પગલે માછીમારોને દરિયામાં નહિ જવા તેમજ લોકોને દરિયા કિનારાથી દૂર રહેવા, સલામત સ્થળે રહેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.બિપરજોય વાવાઝોડું પગલે દ્વારકામાં 10 નંબરનું સિગ્નલ લગાવાયું

નવસારી થી લઈને કચ્છ સુધીનો ૧૬૦૦ કિલોમીટરનો દરિયો ગાંડોતુર બન્યો છે અને રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. અને દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. જીલ્લા પોલીસ તંત્ર ખડેપગે દરિયાકાંઠે સતર્ક છે. ગુજરાત હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ ભારે પવન સાથે આગાહી કરવામાં આવી છે. આ વાવાઝોડાની સંભવિત અસરોને પગલે સૌરસ્થ્રા , કચ્છ ઉત્તર ગુજરાત,દક્ષીણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં ઠંડરસ્ટ્રોમની અસર જોવા મળશે. અમદાવાદમાં પણ ગાજવીજ સાથે વરસાદી વાતાવરણ રહેશે. અને તાપમાનમાં 2 ડીગ્રીનો ઘટાડો થઇ શકે છે.ભાવનગર જીલ્લાના દરિયાકાંઠે વાવાઝોડાની સંભવિત અસર હેઠળ દરિયાકાંઠે 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન સાથે વરસાદ પડવાની સંભાવનાના પગલે તંત્ર એલર્ટ મોડ પર છે

બિપોરજોય વાવાઝોડું -ગુજરાતના નવ બંદર પર 9 નંબરનું સિગ્નલ લગાવાયું

બિપરજોય વાવાઝોડાની અસર્રજ્યના દરિયાકાંઠે જોવા મળી રહી છે ત્યારે દરિયાકિનારે બિપરજોય વાવાઝોડાને લઇ કલમ 144 લાગુ કરવામાં આવી છે , સાવચેતીના ભાગરૂપે વહીવટી તંત્રએ નિર્ણય કર્યો છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા સંભવિત વાવાઝોડા “બિપરજોય” અંગે આગાહી કરવામાં આવી છે. ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કલેક્ટર ઓફિસ, ખંભાળિયા ખાતે તમામ  સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે વાવાઝોડા પૂર્વેની સલામતી અને બચાવ રાહતની કામગીરી અંગેની સમીક્ષા બેઠક યોજી હતી.ગૃહ રાજ્યમંત્રીએ તમામ અધિકારીઓ પાસેથી વાવાઝોડા સંદર્ભે પૂર્વ તૈયારીઓની અંગેની  વિગતો જાણીને ઝીરો કેઝ્યુઆલટીના અભિગમ સાથે કામગીરી કરવા માટે આદેશ આપ્યો હતો.  

બિપરજોય વાવાઝોડું
બિપરજોય વાવાઝોડું

ખાસ કરીને પ્રાથમિક જરૂરિયાત જેવી કે વીજળી, પાણીની વિતરણની સુવિધા અને કમ્યુનિકેશન નેટવર્ક વહેલીતકે ફરીથી સ્થાપિત થઈ શકે તે બાબતની ખાસ તકેદારી રાખવા જણાવ્યું હતું. દરિયાકાંઠાના નજીકના વિસ્તારોમાં નાગરિકોના સ્થળાંતરની પ્રક્રિયા તુરંત કરવા અને શેલ્ટર હોમમાં તમામ જીવન જરૂરિયાતની સુવિધાઓ ઉપલબ્ધ કરવા અંગે તકેદારી રાખવા જણાવ્યું હતું.