બિપોરજોયવાવાઝોડુ -છેલ્લી ઘડીએ ઘાત ટળશે ?

0
82
બિપોરજોયવાવાઝોડુ -છેલ્લી ઘડીએ ઘાત ટળશે ?
બિપોરજોયવાવાઝોડુ -છેલ્લી ઘડીએ ઘાત ટળશે ?

બિપોરજોય વાવાઝોડું તેની દિશામાં ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે ત્યારે કેટલાક હવામાન જાણકારોના મત પ્રમાણે છેલ્લી ઘડીએ બિપોરજોય વાવાઝોડા ની ઘાત ગુજરાત પરથી ટળી જાય તેવા એંધાણ પણ મળી રહ્યા છે . હવામાન શાસ્ત્રના જાણકારોના મત મુજબ તેનું એક કારણ  જાણવા જેવું છે . ગઈકાલે બિપોર જોય વાવાઝોડા એ ઉતરપૂર્વનો ટર્ન લઈ લીધો હતો અને તેની ગતિ ગઈકાલે કચ્છ તરફ રવાના કરી હતી. પરંતુ આંશિક રાહત એ છે કે સમુદ્રનું યોગ્ય તાપમાન ન મળતા વાવાઝોડુ આંશિક નબળુ પડ્યું છે. અને ઘાત ટળતી હોય તેવું લાગી રહ્યું છે . અને હવે કચ્છ ના જખૌ પોર્ટ આસપાસ થઈને વાવાઝોડું જખૌ બંદર પરથી  પસાર થઈને જોધપુરની નજીક નીચે રહી જાય તેમ ઈન્સેટ તસવીર પરથી જણાય છે. જોકે જખૌ બંદરને નુકસાન થવાની વકી છે. બિપોરજોય એક વાર દરિયાકાંઠે જમીન પર ટકરાયા બાદ વાવાઝોડુ ક્રમશ નબળુ પડતુ જશે. વાવાઝોડુ હાલ જખૌ પોર્ટથી 180km દૂર છે અને ક્રમશ કચ્છ અને કરાંચીની વચ્ચેની દિશામાં પ્રયાણ કરી રહ્યું છે અને આંશિક રીતે નબળુ પણ પડતુ જાય છે. જે આજે સાંજ થી રાત્રે કચ્છ અને પાકિસ્તાનબોર્ડર અને જખૌ બંદર  આસપાસથી પસાર થશે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.

બિપોરજોયવાવાઝોડુ -છેલ્લી ઘડીએ ઘાત ટળશે ?

બિપોરજોય વાવાઝોડું જયારે પસાર થશે ત્યારે તેની ગતિ જાણકારોના મત પ્રમાણે અને હવામાન વિભાગે અગાઉ કરેલી આગાહી પ્રમાણે ૧૨૦કિલો મીટર પ્રતિ કલાક રહી શકે છે અને જે ક્યારેક જ્યારે ક્યારેક ઝટકાના પવન 130-140km પ્રતિ કલાકના રહી શકે. દ્વારકા જામનગરમાં પણ પવનમાં વધારો થતો જશે સાંજે રાતે 80–100 સુધીના પવનો ફૂંકાઈ શકે. અત્યારે હાલ બિપોર જોય વાવાઝોડું દૂર કચ્છના જખૌ બંદરથી લગભગ ૧૮૦ કિલોમીટર દૂર છે ત્યારે મહત્વની અપડેટ મળી રહી છે તે પ્રમાણે જ્યારે વાવાઝોડું ટકરાશે ત્યારે 140 કિમીની ઝડપે પવન ફુંકાશે. તંત્ર હાલ સ્થાનિકોને સલામત સ્થળે ખસેડવા અને બચાવ કાર્ય માટે સજ્જ છે.  નવલખી અને કંડલા દીનદયાળ પોર્ટમાં 8 મીટર સુધીના મોજા ઉછળી શકે છે .

ઓખામાં 4 મીટર સુધીના મોજા ઉછળી શકે છે વાવાઝોડાની અસર દરમિયાન મોડી રાત્રી સુધીમાં પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ થઇ શકે છે . જાણકારોના મત મુજબ વાવાઝોડુ પોતાની મજબૂતાઈ ગુમાવી રહ્યું છે એટલે તેના વાદળો જોઈએ તેટલી ગતિથી આવ્યા નથી પરંતુ આશા છે કે બપોર સુધીમાં પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ શરૂ થશે. હવામાન ખાતાની આગાહી પ્રમાણે કચ્છ, પશ્ચિમ સૌરાષ્ટ્ર, ઉતરપશ્ચિમ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શકયતા વ્યક્ત કરવામાં આવી છે.