ચક્રવાત બિપરજોય ગુજરાત ઉપર ત્રાટકશે

0
73
Cyclone Biparjoy will hit Gujarat,ચક્રવાત બિપરજોય ગુજરાત ઉપર ત્રાટકશે, चक्रवात बिपारजॉय गुजरात से टकराएगा
Cyclone Biparjoy will hit Gujarat,ચક્રવાત બિપરજોય ગુજરાત ઉપર ત્રાટકશે, चक्रवात बिपारजॉय गुजरात से टकराएगा

ચક્રવાત બિપરજોય ગુજરાત ઉપર ત્રાટકશે

હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહન્તીનું  નિવેદન

જખૌથી 125 થી 135 પ્રતિકલાકની સ્પીડે પસાર થશે ચક્રવાત

પોરબંદર, દ્વારકા, કચ્છમાં ભારે વરસાદની શક્યતા

ચક્રવાત બિપરજોય ગુજરાત ઉપર ત્રાટકશે ત્યારે હવામાન વિભાગના ડીરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યુ છે કે  સાયકલોન દ્વારકાથી 290 કિમિ દૂર  છે. 15 જૂને માંડવી અને કરાચીની વચ્ચે પસાર થશે.વાવાઝોડું જખૌથી 125 થી 135 ની પ્રતિકલાકની ઝડપે પસાર થશે. પોરબંદર, દ્વારકા, કચ્છ માં ભારે વરસાદ ની શકયતા હવામાન વિભાગે વ્યકત કરી છે. 16 જૂન  સુધી દરિયો ના ખેડવા સૂચના અપાઈ છે.ઉત્તર ગુજરાતમાં પણ 15 થી 17 જૂન સુધી વાવાઝોડાની અસર જોવા મળશે. અરબી સમુદ્રમાં સક્રિય બિપોરજોય વાવાઝોડુ ગુજરાતીની નજીક પહોંચ્યું છે. જેના કારણે તેની અસર વર્તાવાની શરૂ થઈ ગઈ છે. વાવાઝોડાને પગલે ગઈકાલથી ગુજરાતના કેટલાક વિસ્તારોના વાતાવરણમાં પલટો આવ્યો છે. ગઈકાલે બપોર પછી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વીજળીના કડકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો.ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 61 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ વેરાવળમાં નોંધાયો છે. જ્યારે કેશોદમાં 5.5 ઈંચ, સૂત્રાપાડામાં સવા 5 ઈંચ, માળિયા હાટીનામાં 5 ઈંચ, માંગરોળમાં સવા 4 ઈંચ, મેંદરડામાં 3.5 ઈંચ, માણાવદરમાં 3.5 ઈંચ, વંથલીમાં સવા 3 ઈંચ, ઉપલેટામાં સવા 2 ઈંચ, કુતિયાણામાં 2 ઈંચ વરસાદ, તલાલામાં પોણા 2 ઈંચ, જૂનાગઢમાં પોણા 2 ઈંચ વરસાદ નોંધાયો છે. ત્યારે હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 4 દિવસ વરસાદની આગાહી કરી છે. આજે ગાંધીનગર, અમદાવાદ, આણંદ, સૌરાષ્ટ્ર, કચ્છમાં વરસાદની આગાહી છે. તો આવતીકાલે ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો 15 જૂને રાજકોટ, જામનગર, કચ્છ, પોરબંદર, જૂનાગઢ, મોરબી અને દ્વારકામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 16 જૂને રાજકોટ, પોરબંદર, મોરબી,  જામનગર, દ્વારકા, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, દીવમાં વરસાદ ખાબકી શકે છે. હવામાન વિભાગે 15 અને 16 જૂનના રોજ કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા માટે વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કર્યું છે. આગામી 15 અને 16 જૂને પવનની ગતિ અને વરસાદને જોતા ત્રણ જિલ્લાને રેડ એલર્ટ જાહેર કર્યા છે. જેમાં કચ્છ, જામનગર અને દ્વારકા જિલ્લાને રેડ એલર્ટ જાહેર કર્યા છે. 

બિપરજોય અંગેના સમાચાર વાંચો અહીં