Cyclone Asna: પૂર અને વરસાદ સામે ઝઝૂમી રહેલા ગુજરાત પર હવે ‘અસના’નો ખતરો

0
159
Cyclone Asna: પૂર અને વરસાદ સામે ઝઝૂમી રહેલા ગુજરાત પર હવે ‘અસના’નો ખતરો
Cyclone Asna: પૂર અને વરસાદ સામે ઝઝૂમી રહેલા ગુજરાત પર હવે ‘અસના’નો ખતરો

Cyclone Asna: હવામાન વિભાગે આજે કચ્છ અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી કરી છે. ધોધમાર વરસાદ અને વાવાઝોડાની આગાહી વચ્ચે તંત્ર એલર્ટ પર છે.

80 વર્ષમાં ચોથી વખત આવું થવા જઈ રહ્યું છે. આ અરબી સમુદ્રમાં થશે પરંતુ તેની અસર સમગ્ર ગુજરાત પર પડશે. જેના કારણે હવામાનશાસ્ત્રીઓ આશ્ચર્યચકિત થઈ ગયા છે. હાલમાં ગુજરાતમાં વરસાદ અને પૂરની ભયંકર સ્થિતિ છે. ડીપ ડિપ્રેશનના કારણે આવું બન્યું છે. હવે આ ડિપ્રેશન ચક્રવાતમાં ફેરવાઈ રહ્યું છે. કચ્છ જિલ્લાના કલેકટર અમિત અરોરાની પ્રજાને સલામત સ્થળો પર રહેવા માટે અપીલ પણ કરી છે.

Cyclone Asna: ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી

ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાએ ધમરોળ્યા છે. ત્યારે હવામાન વિભાગે આજે કચ્છ અને તેની આસપાસના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી કરી છે. કચ્છ જિલ્લાના કલેકટર અમિત અરોરાની પ્રજાને સલામત સ્થળો પર રહેવા માટે અપીલ કરી છે.

અબડાસા, માંડવી અને લખપત તાલુકામાં વરસાદનું સંકટ તોળાઈ રહ્યું છે. કાચા મકાનમાં રહેતા લોકોને સ્થળાંતર કરવાની પણ સૂચના આપવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સ્કૂલ, ધાર્મિક સ્થળ કે વાડીમાં આશ્રય લેવા જણાવાયું છે. સ્થાનિક લોકોને જરૂરિયાતમંદને મદદરૂપ થવા પણ અપીલ કરી છે. આજે સાંજના 4 વાગ્યા સુધી અતિભારે વરસાદ વરસે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

60-65 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા

ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશ પર અરબી સમુદ્રમાં ચક્રવાત (Cyclone Asna) ને પગલે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે. આ વિસ્તારોને રેડ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. તેમજ માછીમારોને આગામી કેટલાક દિવસો સુધી દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે. આગામી બે દિવસ સુધી ગુજરાત અને ઉત્તર મહારાષ્ટ્રના દરિયાકાંઠા તેમજ દરિયાઈ વિસ્તારોમાં 60-65 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.

માછીમારોને 1 સપ્ટેમ્બર સુધી દરિયો ન ખેડવા સૂચના

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 2 દિવસની સરખામણીએ આજે વરસાદનું જોર ઘટતુ જોવા મળશે. તો કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતાઓ છે. આજે ડીપ ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે માછીમારોને 1 સપ્ટેમ્બર સુધી દરિયો ન ખેડવા સૂચના આપી છે.

ગુજરાતના ક્યાં જિલ્લાઓમાં થશે સાયક્લોનની અસર

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી અનુસાર આજે ગુજરાતના જામનગર, દ્વારકા, કચ્છના પશ્ચિમ વિસ્તારોમાં સારો વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

જો કે પરેશ ગોસ્વામીની આગાહી અનુસાર વાવાઝોડા (Cyclone Asna) ની અસર ગુજરાત પર ખાસ થશે નહીં. આગામી 24 થી 36 કલાક ગુજરાતમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. આ સાથે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યુ છે કે વાવાઝોડું સૌથી ઓછું આયુષ્ય ધરાવતું હશે.

ઉલ્લેખનીય છે કે, ભારતીય હવામાન વિભાગ (IMD)ના વૈજ્ઞાનિક સોમા સેન રોયે જણાવ્યું કે આ પહેલા 1944, 1964 અને 1976માં આવું દુર્લભ હવામાન જોવા મળ્યું હતું. જ્યારે જમીન ઉપર એક્ટિવ ડીપ ડિપ્રેશન એટલે કે વેધર સિસ્ટમે અરબી સમુદ્રમાંથી ગરમી શોષીને વધુ ભયંકર સ્વરૂપ ધારણ કર્યું હતું. તે દરિયામાં ચક્રવાતી તોફાન માં ફેરવાઈ ગયું હતું.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો

(Cyclone Asna)