cyber crime city : ટેકનોલોજીના જમાનામાં સાયબર ક્રાઈમની ઘટનાઓ સતત વધી રહી છે.ત્યારે ગુજરાતની આર્થિક રાજધાની અને બિઝનેસ સિટી તરીકે ઓળખાતું સુરત શહેર સાયબર હુમલાના કેસોમાં હબ બની ગયું છે. NCRB દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ વર્ષ 2022માં સમગ્ર ગુજરાતમાં સાયબર ક્રાઈમના કુલ કેસોમાંથી 26 ટકા કેસ માત્ર સુરત શહેરમાં (cyber crime city) જ બન્યા છે. વેપારનું મોટું હબ હોવાને કારણે સુરતમાં અન્ય રાજ્યોના લોકોની મોટી વસ્તી છે. ત્યારે આ આંકડા ચિંતા ઉપજાવે તેવા છે.
cyber crime city : સુરત સિટી અને બરોડા સિટીમાં સૌથી વધુ કેસ
સુરત શહેર વ્યવસાય માટે એટલું જ જાણીતું છે જેટલું તે નોકરીવાળા લોકો માટે છે. આવી સ્થિતિમાં પાર્ટ ટાઈમ જોબના નામે ટાસ્ક પૂરા કરવા, ક્રેડિટ કાર્ડમાં નામ બદલવા, ફેક આઈડી બનાવીને છેતરપિંડી જેવા અનેક ગુનાઓ અહીં અવારનવાર બને છે અને સામાન્ય લોકો તેનો ભોગ બને છે.સમગ્ર રાજ્યની વાત કરીએ તો 4 મોટા શહેરો અમદાવાદ સિટી, રાજકોટ સિટી, સુરત સિટી અને બરોડા સિટીમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. જેમાં સુરત પ્રથમ નંબરે છે.
cyber crime city : સુરતમાં સૌથી વધારે ગુના નોંધાયા
સુરત શહેરમાં સાઇબર સંબંધીત ગુનાઓ સૌથી વધુ નોંધાયા છે બીજી બાજુ પોલીસ પણ આવનાર તમામ અરજીઓની ગંભીરતા જોઈ તેની તપાસ કરતી હોય છે અને તાત્કાલિક ફરિયાદ નોંધે છે. આ જ કારણ છે કે સુરતમાં સૌથી વધારે સાયબર સંબંધિત ગુનાઓ નોંધાયા છે. જ્યાં વર્ષ 2022માં સુરત શહેરમાં 371 કેસ નોંધાયા હતા. જ્યારે અમદાવાદમાં 261 કેસ હતા. જ્યારે બરોડા શહેર 55 કેસ સાથે ત્રીજા સ્થાને હતું અને રાજકોટ શહેર 38 કેસ સાથે ચોથા સ્થાને હતું.
ગ્રામ્યની વાત કરીએ તો અમદાવાદ ગ્રામ્યમાં 20, રાજકોટ ગ્રામ્યમાં 13, સુરત ગ્રામ્યમાં 18 અને વડોદરા ગ્રામ્યમાં 15 કેસ નોંધાયા છે. આ ચારની રેન્જની વાત કરીએ તો અમદાવાદ સાયબર રેન્જમાં 35, રાજકોટ સાયબર રેન્જમાં ત્રણ, સુરત સાયબર રેન્જમાં 8 અને બરોડા સાયબર રેન્જમાં 8 કેસ નોંધાયા છે.
તમે આ પણ વાંચી શકો છો
Corona returns: રાજ્યમાં આ શહેરમાં નોંધાયા કોરોનાના 2 કેસCorona returns