કોરોના ફરી આવ્યો – #coronanews #coronavirus #coronacases #coronasingapore ગત કેટલાક મહિનાઓથી કોરોના વાયરસના કેસ દુનિયામાં ઘણા નિયંત્રણમાં જોવા મળી રહ્યા હતા, પરંતુ હવે ફરી ચિંતા વધી છે. બ્લૂમબર્ગમાં પ્રકાશિત થયેલા એક રિપોર્ટથી જાણવા મળે છે કે સિંગાપોર-હોંગકોંગ સહિત આસપાસના અનેક વિસ્તારોમાં ફરી એકવાર કોરોનાના કેસ વધવા લાગ્યા છે.
ફરી કોરોના વિશ્વને ભરડામાં લેશે ?
અહીંના સ્વાસ્થ્ય અધિકારીઓએ લોકોને ચેતવણી આપી છે કે, સંક્રમણથી બચીને રહેવા માટે ફરી એકવાર જરૂરી ઉપાય શરૂ કરી દે.


સિંગાપોર-હોંગકોંગમાં કોરોનાના કેસોમાં મોટો ઉછાળો
જાહેર કરાયેલા આંકડાથી જાણી શકાય છે કે, એશિયન દેશોમાં ફરી કોરોનાના કેસ ચર્ચામાં છે. સિંગાપોર-હોંગકોંગમાં ન માત્ર સંક્રમણમાં વૃદ્ધિ જોવા મળી છે.
કોરોના ફરી આવ્યો – એક અઠવાડિયામાં કોરોના સંક્રમણમાં 28 ટકાનો વધારો
પરંતુ અહીં હોસ્પિટલમાં દાખલ થનારા લોકોની સંખ્યામાં પણ વધારો જોવા મળ્યો છે, સેન્ટર ફોર હેલ્થ પ્રોટેક્શનમાં કમ્યુનિકેબલ ડિઝીઝના પ્રમુખ આલ્બર્ટએ જણાવ્યું કે, અહીં વાયરસની ગતિવિધિ ઘણી વધારે છે. 3 મેના રોજ સમાપ્ત થયેલા અઠવાડિયામાં ગંભીર કેસ સહિત કોરોનાથી મોતના આંકડા એક વર્ષના સર્વોચ્ચ 31 સુધી પહોંચી ગયા છે.


અમેરિકામાં પણ નોંધાયા કોરોનાના કેસ
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે