Cornered Officer Devyaniba:ગાંધીનગર–કલોલ હાઇવે પર શ્વાસ થંભાવતી ચેઝ, ભૂમાફિયાઓ સામે ગુનો દાખલ.#SandMafia, #GujaratNews ,#IllegalMining, #DevyanibaJadeja,

0
127
Cornered Officer Devyaniba
Cornered Officer Devyaniba

Cornered Officer Devyaniba:રાજ્યમાં ગેરકાયદે ખનીજ ચોરી કરતા ભૂમાફિયાઓની હિંમત હવે ખતરનાક સ્તર સુધી પહોંચી ગઈ છે.
તેઓ હવે ફરજ બજાવતા સરકારી અધિકારીઓ પર પણ હુમલો કરી તેમને ધમકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આવી જ એક હચમચાવી દેતી ઘટના કલોલ તાલુકા પોલીસ મથકની હદમાં ગાંધીનગર–છત્રાલ હાઇવે પર બની છે.

Cornered Officer Devyaniba:

Cornered Officer Devyaniba: મહિલા અધિકારીની ટીમે રેતી ભરેલું ડમ્પર પકડ્યું

મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી દેવયાનીબા મહેન્દ્રસિંહ જાડેજા, જે ભૂસ્તર વિભાગમાં રોયલ્ટી ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે, તેમની ટીમ ગઈકાલે ગાંધીનગર–છત્રાલ હાઇવે પર રૂટિન ચેકિંગમાં હતી.
એ દરમિયાન GJ-02-BT-8650 નંબરનું 12 ટાયરનું ડમ્પર, ગેરકાયદે રેતી ભરેલું, પકડાયું હતું.
ડમ્પર પાસે કોઈ રોયલ્ટી પાસ કે કાનૂની દસ્તાવેજો નહોતા.
તપાસમાં જાણવા મળ્યું કે તેમાં 43.44 મેટ્રિક ટન રેતી હતી, જેના બદલામાં રૂ. 3,23,212 નો દંડ વસૂલવાનો હતો.

Cornered Officer Devyaniba:

Cornered Officer Devyaniba: “ફિલ્મી ચેઝ”: ફોર્ચ્યુનર અને ક્રેટાએ સરકારી ગાડી કોર્ડન કરી

જ્યારે દેવયાનીબાની ટીમ ડમ્પરને ગાંધીનગર કલેક્ટર કચેરી લઈ જવા નીકળી,
ત્યારે બે બાઇક અને ત્રણ શખ્સોએ રસ્તામાં ડમ્પર અટકાવી “શેઠ સાથે વાત કરો” કહી ધમકાવ્યું.
એક લાલ ટી-શર્ટ પહેરેલા શખ્સે સરકારી કાર પાસે આવી મહિલા અધિકારીને ગાળો આપી અને ડમ્પર ડ્રાઇવરને ભાગી જવાનો ઇશારો કર્યો.

Cornered Officer Devyaniba:

ત્યારે જ ફિલ્મી ઢબે બ્લેક ફોર્ચ્યુનર (GJ-02-EC-2590) અને સફેદ ક્રેટા (GJ-18-BL-3312) ગાડીઓએ મહિલા અધિકારીની સરકારી કારને આગળ– પાછળથી કોર્ડન કરી ડમ્પરને ભાગી જવામાં મદદ કરી હતી.
ટીમે હાઇવે પરથી લક્ષ્મીનગર સોસાયટી સુધી પીછો કર્યો, પરંતુ ત્યાં સુધીમાં ડમ્પર ખાલી કરી ડ્રાઈવર ફરાર થઈ ગયો.

Cornered Officer Devyaniba:ધમકી અને હુમલાનો પ્રયાસ

ઘટનાસ્થળે એક મેટાલિક ગ્રે કિયા કારમાંથી ઉતરેલા શખ્સે સરકારી ગાડીના કાચ પર થપાટો મારી બીભત્સ ગાળો આપી ધમકી આપી હતી.
આ ઘટનાથી મહિલા અધિકારી સહિતની ટીમ ફફડી ઉઠી હતી.
કલોલ તાલુકા પોલીસે આ મામલે ભૂમાફિયાઓ સામે ગુનો દાખલ કર્યો છે અને તેમની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા છે.

Cornered Officer Devyaniba: વાહનોને બ્લેકલિસ્ટ કરવા RTOને પત્ર

ભૂસ્તર શાસ્ત્રી પ્રણવ સિંહે જણાવ્યું કે, આ ઘટનાની ફરિયાદ પછી ગાંધીનગર RTO કચેરીમાં પણ પત્ર લખાયો છે,
જેથી આ ઘટનામાં સામેલ તમામ વાહનોને બ્લેકલિસ્ટ કરી શકાય.
બ્લેકલિસ્ટ થયેલા વાહનો વેચી અથવા ટ્રાન્સફર કરી શકાશે નહીં અને તેમનો ઇન્શ્યોરન્સ ક્લેઇમ પણ રદ થશે.

Cornered Officer Devyaniba: જાંબાજ મહિલા અધિકારીઓની સિદ્ધિ

Cornered Officer Devyaniba:

મદદનીશ ભૂસ્તર શાસ્ત્રી પ્રણવ સિંહના નેતૃત્વમાં ચાર મહિલા અધિકારીઓની ટીમ
વર્ષ 2024–25માં 366 માઇનિંગ કેસ કરી રૂ. 5.16 કરોડનો દંડ વસૂલ્યો હતો.
તે જ રીતે વર્ષ 2025–26ના માત્ર ચાર મહિનામાં 255 કેસ કરી રૂ. 5.51 કરોડનો દંડ વસૂલ્યો.
આ ટીમના જાંબાજ સભ્યોમાંથી એક દેવયાનીબા મહેન્દ્રસિંહ જાડેજા છે,
જેમને સ્વતંત્રતા પર્વે ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

વધુ સમાચાર જોવા માટે અહી ક્લિક કરો :

Mumbai corona:કોરોનામાં ડોકટર સાથે મારપીટ કરનારને 7 વર્ષની કેદ