અયોધ્યામાં શ્રીરામ મંદિરનું નિર્માણ કાર્ય પુરજોશમાં

0
317
અયોધ્યામાં શ્રીરામ મંદિરનું નિર્માણ કાર્ય પુરજોશમાં
અયોધ્યામાં શ્રીરામ મંદિરનું નિર્માણ કાર્ય પુરજોશમાં

જાન્યુઆરી ૨૦૨૪માં ભક્તો કરી શકશે શ્રીરામલલાના દર્શન કારણકે અયોધ્યામાં શ્રીરામ મંદિર નિર્માણનું કામ પુર જોશમાં ચાલુ છે. શ્રીરામ મંદિર નિર્માણમાં દેશની પ્રાચીન પરંપરાગત બાંધકામ શૈલીનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ ભવ્ય મંદિર ભૂકંપ,તોફાન અને અન્ય કુદરતી આફતો સામે ટકી રહેવા સક્ષમ હશે. મીડિયામાં વારંવાર આ બાબતે અયોધ્યા મંદિરના મીડિયા પ્રભારી દ્વારા જાણકારી આપવામાં આવે છે. મર્યાદા પુરષોત્તમ શ્રીરામલાલનું ભવ્ય મંદિર પુરજોશમાં આગળ વધી રહ્યું છે.

અયોધ્યા નગરીના  કણે કણમાં શ્રીરામ પરમ વ્યક્તિત્વની ઉર્જાનો અહેસાસ

જયારે તમે અયોધ્યાની ભૂમિ પર પગ મુકો છો ત્યારે ત્યારે અયોધ્યા નગરીના કણે કણમાં શ્રીરામ પરમ વ્યક્તિત્વની ઉર્જાનો અહેસાસ અનુભવો છો. દરેક ખૂણો નગરોનો ભગવાન શ્રી રામની હાજરીનો અનુભવ કરાવશે તેવું ભવ્ય મંદિર અને સમગ્ર શહેરમાં ચાલી રહેલા કામને લઈને તંત્ર અને ભક્તો ઉત્સુક છે.

દરેક રામભક્તની આતુરતાનો અંત ૨૦૨૪ જાન્યુઆરીમાં આવશે અમે ભવ્ય રામ મંદિરમાં શ્રી રામના દર્શન કરી શકશે. ભારતીય સંસ્કૃતિને રજૂ કરતા અ મંદિરમાં હાલ હજારો કારીગરો રાત દિવસ કામ કરી રહ્યા છે. અને તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છેકે ૨૦૨૪ જાન્યુઆરીમાં ભગવાન શ્રી રામ સહિત માતા સીતા અને લક્ષ્મણના દર્શન ભક્તો કરી શકે.

દરેક રામભક્તની આતુરતાનો અંત ૨૦૨૪ જાન્યુઆરીમાં આવશે

અયોધ્યામાં પણ ખૂણે ખૂણે અલગ અલગ વિકાસના કામો દ્વારા કાયાપલટ કરવામાં આવી રહી છે. સરયુ ઘટના નવ નિર્માણ સહિતના કામો પુર જોશમાં ચાલુ છે. અને જાહેર માર્ગો પર લાઈટ રોશની માટેના ઇલેક્ટ્રિક પોલ ઉપર અને ભગવાન શ્રીરામ ના ધનુષ્ય અને પવનપુત્ર હનુમાનજી પણ જોવા મળશે. ખાસ કરીને સૌર ઉર્જાનો ઉપયોગ કરવામાં આવશે. જેમાં સૌર ઉર્જા ઉત્પન્ન કરતા ખાસપાવર ટ્રી પણ મુકવામાં આવ્યા છે.

રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે કહ્યું છે કે મંદિર નિર્માણનું કામ અને પ્રગતિ સંતોષકારક

અપને જણાવી દઈએકે એક સમયે વિશ્વ હિંદુ પરિષદ દ્વારા રામમંદિર નિર્માણ માટે અલગ અલગ આંદોલનો પણ થઇ ચ્યુક્યા છે પરંતુ સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યા બાદ તેનો ચુકાદો આવ્યો હતો અને ત્યાર બાદ ભગવાન શ્રી રામ મંદિરનું ભવ્ય નિર્માણ થઇ રહ્યું છે. દેશભરના ભક્તોની આતુરતાનો અંત પણ આવશે.

તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહે પણ એક જાહેરસભામાં જણાવ્યું હતુકે જાન્યુઆરી ૨૦૨૪માં ભવ્ય શ્રીરામ મંદિરમાં ભક્તો રામલલાના દર્શન કરી શકશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે કહ્યું છે કે મંદિર નિર્માણનું કામ અને પ્રગતિ સંતોષકારક છે.