કોરોનાના કેસમાં સતત વધારો

0
230

દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના વાયરસના 10 હજારથી વધુ નવા કેસ સામે આવી રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ  છેલ્લા 24 કલાકમાં કોરોનાના 10,093 નવા કેસ નોંધાયા છે. ગઈકાલે 10,753 નવા કેસ નોંધાયા હતા. જો કે ગઈકાલની સરખામણીએ આજે ​​કોરોનાના નવા કેસોમાં થોડો ઘટાડો નોંધાયો છે.