કોંગ્રેસે મોદી સરકાર ગંભીર આરોપ લગાવ્યો, વાંચો શું છે વિવાદ

0
69
કોંગ્રેસે મોદી સરકાર ગંભીર આરોપ લગાવ્યો, વાંચો શું છે વિવાદ
કોંગ્રેસે મોદી સરકાર ગંભીર આરોપ લગાવ્યો, વાંચો શું છે વિવાદ

કોંગ્રેસનો મોદી સરકાર ગંભીર આરોપ

મોદી સરકારે બંધારણમાંથી દેશનું નામ INDIA હટાવી દીધું : કોંગ્રેસ

G-20 ડિનર માટેના આમંત્રણમાં INDIAના રાષ્ટ્રપતિને બદલે President of Bharatનો ઉલેખ્ખ

કોંગ્રેસે મોદી સરકાર ગંભીર આરોપ લગાવ્યો છે. G-20 કોન્ફરન્સ પહેલા કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર મોટો આરોપ લગાવ્યો છે. પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે દાવો કર્યો છે કે રાષ્ટ્રપતિ ભવન દ્વારા 9 સપ્ટેમ્બરના રોજ G-20 સમિટ માટે ડિનર માટે મોકલવામાં આવેલા આમંત્રણ પત્રોમાં સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા  પ્રેસિડન્ટ ઓફ ઈન્ડિયાને  બદલવામાં આવ્યો છે. રમેશે દાવો કર્યો છે કે પ્રેસિડન્ટ ઓફ ઈન્ડિયાને  હટાવીને પ્રેસિડન્ટ ઓફ ભારતનો   ઉપયોગ કરવામાં આવ્યો છે.

એક ટ્વિટમાં બંધારણનો ઉલ્લેખ કરતા જયરામ રમેશે કહ્યું, ” કલમ 1 જણાવે છે કે ભારત, જે ભારત હતું તે રાજ્યોનું સંઘ છે. પરંતુ હવે રાજ્યોના સંઘ પર પણ હુમલો કરવામાં આવી રહ્યો છે.”કોંગ્રેસે મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યાં છે.

G-20 આમંત્રણની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ

આ દરમિયાન, G-20 આમંત્રણને લગતી એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આમાં અશોક સ્તંભની નીચે જ ભારતના રાષ્ટ્રપતિના સ્થાને રાષ્ટ્રપતિ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ આમંત્રણ G-20 સમિટના પહેલા દિવસે એટલે કે 9 સપ્ટેમ્બરે ડિનર માટે છે. જોકે, આ તસવીરની પુષ્ટિ થઈ શકી નથી.

વિપક્ષના સરકાર પર આકરા પ્રહાર 

સંસદના વિશેષ સત્રને શરૂ થવામાં 13થી પણ ઓછા સમય દિવસ બાકી છે. જેમ જેમ સંસદનું વિશેષ સત્ર નજીક આવી રહ્યું તેમ તેમ વિપક્ષ દ્વારા સરકાર પરના આક્ષેપો વધી રહ્યા છે. વિપક્ષ લડી લેવાના મૂડમાં દેખાઈ રહી છે. વિપક્ષમાં એવી પણ ચર્ચા છે કે સરકાર બંધારણમાં મોટા ફેરફારો કરી શકે છે. કોંગ્રેસનો આરોપ છે કે, મોદી સરકાર બંધારણમાંથી INDIA શબ્દને હટાવવા માંગે છે.

જયરામ રમેશના સરકાર પર પ્રહાર  

કોંગ્રેસ નેતા જયરામ રમેશનું ટ્વીટ સામે આવ્યું છે. તેમણે લખ્યું કે, શું આ સમાચાર ખરેખર સાચા છે? રાષ્ટ્રપતિ ભવનમાં 9 સપ્ટેમ્બરે G-20 ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં INDIAના રાષ્ટ્રપતિને બદલે ભારતના રાષ્ટ્રપતિનો ઉલેખ્ખ કરવામાં આવ્યો છે. હવેથી બંધારણની કલમ 1 આ રીતે બદલવામાં આવી શકે છે – ભારત, જે ઇન્ડિયા હતું, તે રાજ્યોનું સંઘ છે. હવે રાજ્યોના જૂથ પર પણ જોખમ વધ્યું છે.

વાંચો અહીં ભાજપે ઉધયનિધિ સ્ટાલિનની સરખામણી હિટલર સાથે કરી